For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છઠ્ઠ પૂજા દરમિયાન પટનામાં ભાગદોડ, 21 ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

chhath-stampede
પટના, 20 નવેમ્બર: વર્ષના સૌથી મોટા તહેવાર છઠ્ઠ પર્વ દરમિયાન બિહારના લોકો ખુશી અને શાંતિ માંગવા માટે ગયા હતા, પરંતુ અચાનક દોડધામ મચતાં તેમની ખુશી ગમમાં ફેરવાઇ ગઇ હતી. છઠ્ઠ પર્વના તહેવારના દિવસે ગંગા નદીના કિનારે સોમવારે સાંજે દોડધામ મચી હતી જેમાં 21 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 9 બાળકોનો સમાવેશ થાય છે.

પટનાના વરિષ્ઠ પોલીસ અધિકારી જયંત કાંતના જણાવ્યા અનુસાર અદાલત ઘાટ પર એક લાકડાંનો પુલ બનાવવામાં આવ્યો હતો, જે નબળો હોવાથી ધસી પડ્યો હતો. ત્યારબાદ લોકોએ બીજો રસ્તો પસંદ કર્યો અને તે અચાનક નાસભાગ મચી હતી. તો બીજી તરફ લોકોનું કહેવું છે કે પુલ તૂટવાથી નાસભાગ મચી હતી. જ્યારે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સરકાર તરફથી ખૂબ ઓછા સરક્ષાકર્મીઓ ગોઠવવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી નિતિશ કુમારે મોડી રાત્રે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પુલ તૂટવાના કારણે આ અકસ્માત સર્જાયો છે. પુલ પર ભીડ વધારે હતી અને લોકોએ બીજા રસ્તા પર જતા રહ્યાં હતા. નિતિશ કુમારે આ કેસ તપાસ ગૃહ સચિવને સોંપી છે. મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

આ ઘટના બાદ પટનામાં તણાવ પેદા થયો છે. લોકો રસ્તા પર નિકળી આવ્યાં હતા અને સરકારી કચેરીઓ પર પથ્થરમારો કરવા લાગ્યાં હતા. રાજપથ તરફ આગળ વધતી ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

English summary
21 people including women and children have been killed in the Stampede in Patna during Chhath pooja near Ganga river.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X