કળયુગની માએ રોતા બાળકના હોઠને ફેવિક્વિકથી ચિપકાવી દીધા, પિતાએ જોયુ તો હોશ ઉડી ગયા
આમ તો માને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે પરંતુ બિહારની ઘટના માની મમતાને કલંક સમાન છે. વાસ્તવમાં અહીં છપરામાં એક મહિલાનું બાળક જોરજોરથી રડી રહ્યુ હતુ એટલે મહિલાએ કંટાળીને એની સાથે જે કર્યુ તેને જાણીને કોઈ પણ ગભરાઈ જશે. જ્યારે બાળકના પિતાએ એની હાલત જોઈ તો તેમન હોશ ઉડી ગયા. વાસ્તવમાં મહિલાએ પોતાના બાળકના રડવાના અવાજથી પરેશાન થઈને તેના હોઠને ફેવીક્વીકથી ચિપકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે ફેવીક્વીક એક ખૂબ જ સ્ટ્રોંગ એડહિસિવ છે.

પતિને કહ્યુઃ હવે તો બિલકુલ નહિ રડે
બાળકના પિતા જ્યારે કામ પરથી પાછા આવ્યા તો જોયુ તો બાળકના મોઢામાંથી જરા પણ અવાજ નહોતો નીકળી રહ્યો. તેને લાગ્યુ કે કદાચ ભૂલથી ડિટરજન્ટ ખઈ લીધો છે. તેણે કહ્યુ કે, ‘ જ્યારે મે જોયુ કે બાળક ચૂપ છે અને તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યુ છે તો મે પત્ની શોભાને પૂછ્યુ. પત્ની જવાબ આપ્યો - બાળક હંમેશા રડતુ રહે છે. હવે તેના હોઠ પર ગુંદર લગાવી દીધો છે તો બિલકુલ નહિ રડે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મે ધોવાની કોશિશ કરી પરંતુ બાળકનું મોઢુ બહુ ખરાબ રીતે ચિપકી ગયુ હતુ.'

હોસ્પિટલ લઈ ગયા તો બચ્યો બાળકનો જીવ
બાળકને અફડાતફડીમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો તો કોઈ રીતે તેના હોઠને ફેવીક્વીકના પ્રભાવથી બચાવી લેવાયુ. હવે બાળક જોખમથી બહાર છે તેમ કહેવામાં આવી રહ્યુ છે. આ સમાચાર સામે આવ્યા બાદથી લોકો તેની માની ખૂબ ટીકા કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તેની બેવકૂફી માટે તેને કોસી રહ્યા છે.

દારૂ પીને પિતા કરતો હતો બાળકીની પિટાઈ
બાળકો સાથે ક્રૂરતાનું આ કોઈ પહેલો કેસ નથી. આ રીતના સમાચાર પહેલા પણ આવતા રહ્યા છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો જેમાં એક પિતા પોતાની દીકરીને ખરાબ રીતે મારી રહ્યો હતો. બાદમાં માલુમ પડ્યુ કે તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ છે જેને પાછી બોલાવવા માટે તે બાળકીને મારીને તેનો વીડિયો મોકલતો હતો અને ધમકાવતો હતો. પત્ની દ્વારા વીડિયો વાયરલ કરાયા બાદ તે વ્યક્તિ પકડાઈ ગયો.
આ પણ વાંચોઃ દિલ્લીમાં કોંગ્રેસ-કેજરીવાલ વચ્ચે ગઠબંધન ન થવાનું કારણ અલકા લાંબાએ જણાવ્યુ