Bijapur Naxal Attack : છત્તીસગઢના બીજાપુરમાં મોટો નક્સલી હુમલો, 9 જવાન શહિદ
Naxal Attack : નરેન્દ્ર મોદી સરકારની નક્સલીઓને નીપટવાની નબળી નીતિનો ભોગ જવાનો બની રહ્યાં છે. હવે છત્તીસગઢમાં એક મોટા નક્સલી હુમલામાં સેનાના 9 જવાનોએ તેમના જીવ ગુમાવ્યા છે.
બીજાપુર જિલ્લાના કુત્રુ વિસ્તારમાં ઓપરેશનથી પરત ફરી રહેલી ટુકરી પર આ હુમલો કરાયો. ટુકડી દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં સંયુક્ત ઓપરેશનમાંથી પરત ફરી રહી હતી.

સમાચારો અનુસાર, નક્સલીઓએ સુરક્ષા દળોના વાહનને IED વિસ્ફોટથી ઉડાવ્યુ. આ હુમલામાં દંતેવાડા ડીઆરજીના 8 જવાનો અને 1 ડ્રાઈવર શહીદ થયા.
આ ઘટના કુત્રુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આંબેલી ગામ પાસે બની. ઘટના બાદ સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. વિસ્ફોટમાં ઘણા સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે અને સારવાર ચાલી રહી છે. શહીદ થયેલા તમામ સૈનિકો ડીઆરજી દંતેવાડાના છે.
આ પહેલા ડીઆરજી જવાન હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શનિવારે રાત્રે અબુઝહમદના જંગલમાં એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં જવાનોએ એક મહિલા નક્સલી સહિત 4 માઓવાદીઓને ઠાર કર્યા હતા.
નક્સલવાદીઓને બાતમી હતી કે સુરક્ષાદળોનું એક વાહન કુત્રુની દિશામાંથી પસાર થવાનું છે. આ પહેલા જ ઓચિંતો હુમલો કરવાની તૈયારી કરી હતી. વાહન નજીક આવતા જ નક્સલવાદીઓએ એક શક્તિશાળી IED વિસ્ફોટ કર્યો, જેના કારણે પોલીસ પીકઅપ વાહન 20 ફૂટ ઉંચ્યુ હવામાં ઉડ્યુ હતુ.
વિસ્ફોટ બાદ નક્સલીઓએ ઝડપથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ હુમલામાં 8 જવાનો અને વાહન ચાલક શહીદ થયા. ઘટનાની જાણકારી મળતા જ બસ્તર આઈજી સુંદરરાજ બીજાપુર જવા રવાના થયા છે. રાયપુર ડીજીપી અશોક જુનેજા પણ એક મહત્વપૂર્ણ મીટિંગ છોડીને હેલિકોપ્ટર દ્વારા બસ્તર જવા રવાના થયા છે.












Click it and Unblock the Notifications
