For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટંટ કરી રહેલા બાઇકર્સ પર પોલીસનું ફાયરિંગ, એકનું મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જુલાઇ: દેશના દરેક શહેરમાં રસ્તાઓ પર બાઇકર્સનો આતંક જોવા મળે છે. પરંતુ ગઇકાલે રાત્રે દિલ્હીના રસ્તાઓ પર કંઇક એવી ઘટના ઘટી કે જેના પગલે કોઇ પણ બાઇકર 40થી વધારે સ્પિડમાં બાઇક ચલાવશે નહીં અને સ્ટંટ પણ કરી નહીં કરે. દિલ્હી પોલીસે સ્ટંટ કરી રહેલા બાઇકર્સ પર ફાઇરિંગ કર્યું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં એક યુવકનું મોત થઇ ગયું છે.

આ ઘટના દિલ્હીના પટેલ ચોકની છે, જ્યાં સ્ટંટ કરી રહેલા બાઇકર્સ પર ફાઇરિંગ કરવામાં આવ્યું, બે બાઇકર્સ સ્ટંટ કરી રહ્યા હતા, દરમિયાન પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. જોકે બાઇકર્સ પોલીસનો ઓર્ડર નહીં માનતા ઉલટાનું તેમણે પોલીસ પર પત્થરમારો કરી દીધો અને ભાગવાની કોશીશ કરી. જોકે પોલીસે અશોક રોડની પાસે તેમને ઘેરીને ફાયરિંગ કરી દીધું.

delhi firing
ગોળી વાગવાથી એક બાઇકર કરણની મોત થઇ ગઇ છે. કરણની ઉંમર 19 વર્ષ બતાવવામાં આવી રહી છે. બીજા બાઇકર પુનીતને બાઇકથી પડી જવાના કારણે નાની મોટી ઇજા પહોંચી છે. પુનીતની હાલત ખતરાથી બહાર બતાવવામાં આવી રહી છે. આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

જોકે પોલીસે પોતાના બચાવમાં એવી દલિલ કરી છે કે ગોળી બાઇકના ટાયર પર ચલાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે ઘાયલ યુવકના મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે તેણે દારુ પીધો હતો.

English summary
One young biker was killed while another was injured in police firing in the wee hours here today, police sources said. The incident occurred between 2.00 am and 2.15 am at Windsor Place of New Delhi when a group of bikers were involved in a confrontation with police officials trying to stop them from performing dangerous stunts on the roads.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X