• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઉર્મિલાએ ઉડાવી પીએમ મોદીની બાયોપિકની મજાક, ‘56 ઈંચની છાતીવાળા નીકળ્યા બેકાર'

|

ઉત્તર મુંબઈ સીટથી આ વખતે ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવાર છે. ગુરુવારે તેમણે પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો અને આ દરમિયાન તેમણે પીએમ મોદી પર જોરદાર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી ફિલ્મ એક મજાક છે અને લોકોને ભ્રમિત કરવાનું ષડયંત્ર છે કારણકે 56 ઈંચની છાતીનો દાવો કરનાર કંઈ પણ કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે.

ઉર્મિલાએ ઉડાવી પીએમ મોદીની બાયોપિકની મજાક

બોલિવુડની રંગીલા ગર્લે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે આ બાયોપિક નહિ પરંતુ લોકતંત્ર, ગરીબી અને ભારતની વિવિધતા સાથે કરવામાં આવેલ ભદ્દો મજાક છે. પીએમ મોદીના બધા વચનો અધૂરા જ રહી ગયા છે. એવામાં એમના પર તો કૉમેડી ફિલ્મ બનવી જોઈએ કારણકે એ તો સંપૂર્ણપણે જૂઠનું ટ્રંક છે. ઉલ્લેખનીય છે કે પીએમ જીવન પર બનેલી ફિલ્મ 11 એપ્રિલના રિલીઝ થવાનીહતી પરંતુ ચૂંટણી કમિશને ચૂંટણી દરમિયાન આની રિલીઝ પર રોક લગાવી દીધી. ફિલ્મમાં લીડ રોલ વિવેક ઓબરૉયે પ્લે કર્યુ છે.

56 ઈંચની છાતીનો દાવો કરનાર બેકાર નીકળ્યા

ઉર્મિલાએ આગળ કહ્યુ કે હવે આનાથી ખરાબ દેશમાં શું થઈ શકે છે કે લોકતાંત્રિક દેશના પ્રધાનમંત્રીએ પાંચ વર્ષમાં એક પત્રકાર પરિષદ પણ નથી કરી. અભિનેત્રીએ કહ્યુ કે તે વ્યક્તિગત સ્તર પર મનસે પ્રમુખ રાજ ઠાકરેનું સમર્થન કરે છે. અભિનેત્રીએ કહ્યુ કે પર્સનલ લેવલે હું મરાઠી મુદ્દાનું પૂર્ણ સમર્થન કરુ છુ અને હંમેશા કરીશુ અને મારુ સમર્થન કરવા માટે હું રાજ ઠાકરેનો આભાર માનુ છુ.

સંજય નિરુપમને ઝેલવી પડી હતી હાર

તમને જણાવી દઈએ કે મરાઠોની નગરી મુંબઈના આ સંસદીય ક્ષેત્રમાં પહેલી સામાન્ય ચૂંટણી 1977માં થઈ હતી જેને ભારતીય લોકદળે જીતી હતી. વર્ષ 1980માં આ સીટ જનતા પાર્ટીએ જીતી હતી પરંતુ 1984ની ચૂંટણી અહીં કોંગ્રેસે જીતી અને અનૂપચંદ શાહ અહીંથી એમપી ચૂંટાયા પરંતુ 1989માં અહીં કમળ ખીલ્યુ અને રામ નાઈક અહીંથી સાંસદ ચૂંટાયા. તે સતત પાંચ વાર આ સીટ પર સાંસદ રહ્યા એટલે કે અહીં 1989, 1991, 1996, 1998 અને 1999માં ભાજપનું જ અહીં રાજ રહ્યુ પરંતુ 2004ની ચૂંટણીમાં અહીં લાંબા સમય બાદ કોંગ્રેસે જીતી અને ગોવિંદ આહૂજા અહીંથી જીતીને લોકસભા પહોંચ્યા. ત્યારબાદ આ વર્ષે 2009માં પણ અહીં કોંગ્રેસનો જલવો જળવાઈ રહ્યો અને સંજય નિરુપમ અહીંથી એમપી ચૂંટાયા પરંતુ વર્ષ 2014ની ચૂંટણીમાં તેમણે હાર ઝેલવી પડી અને ભાજપના ગોપાલ શેટ્ટી અહીંથી જીતીને લોકસભા પહોંચ્યા.

વર્ષ 2014ની ચૂંટણીમાં આ સીટ પર નંબર 2 પર કોંગ્રેસ હતી

1992માં ગોપાલ શેટ્ટી પહેલી વાર નગર નિગમના કાઉન્સિલર ચૂંટાયા હતા. ત્યારબાદ તે મુંબઈ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર પણ બન્યા અને ત્યારબાદ તે ઘણા વર્ષો સુધી મુંબઈ ભાજપના અધ્યક્ષ અને મંડળ સેક્રેટરી પણ રહ્યા છે. ડિસેમ્બર 2018ના રિપોર્ટ અનુસાર ગયા 5 વર્ષો દરમિયા લોકસભામાં ગોપાલ શેટ્ટીની ઉપસ્થિતિ 100 ટકા રહી છે અને આ દરમિયાન તેમણે 107 ડિબેટમાં ભાગ લીધો અને 432 પ્રશ્ન પૂછ્યા છે. વર્ષ 2014ની ચૂંટણીમાં આ સીટ પર નંબર 2 પર કોંગ્રેસ, નંબર 3 પર આપ હતી.

મુશ્કેલ છે રાહ

મુંબઈ નોર્થમાં સંજય નિરુપમ જેવા નેતાનું હારવુ કોંગ્રેસ માટે મોટો ઝટકો હતો. વળી, ગોપાલ શેટ્ટીની જીતમાં મોદી લહેરનો પણ મોટો હાથ હતી પરંતુ તેમણે આ વખતે હરાવવા માટે કોંગ્રેસને એક દમદાર ચહેરાની શોધ હતી કે જે ઉર્મિલા પર આવીને ખતમ થઈ. કોંગ્રેસને આ સીટ ઉર્મિલા અપાવી શકે છે કે નહિ.

આ પણ વાંચોઃ હાથીની જગ્યાએ ભૂલથી કમળનું બટન દબાવ્યું, પછતાવો થતાં આંગળી જ કાપી નાખી

English summary
Urmila Matondkar took a savage dig at Prime Minister Narendra Modi, saying he didn't deserve a biopic as he failed to deliver anything.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more