For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જવાનોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા સંભવ નથીઃ બિપિન રાવત

હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે સરકાર સેનાને સોશિયલ મીડિયાથી દૂર રાખવા ઈચ્છે છે પરંતુ આ દરમિયાન ભારતીય સેનાના ચીફ બિપિન રાવતે સ્પષ્ટ કર્યુ છે કે જવાનોને સોશિયલ મીડિયાથી દૂર નહિ રાખી શકાય.

|
Google Oneindia Gujarati News

હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે સરકાર સેનાને સોશિયલ મીડિયાથી દૂર રાખવા ઈચ્છે છે પરંતુ આ દરમિયાન ભારતીય સેનાના ચીફ બિપિન રાવતે સ્પષ્ટ કર્યુ છે કે જવાનોને સોશિયલ મીડિયાથી દૂર નહિ રાખી શકાય. જનરલ રાવતે કહ્યુ કે જવાનોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરવો જોઈએ. તેમણે કહ્ય કે આમાં અનુશાસન હોવુ જરૂરી છે. તમને જણાવી દઈએ કે હની ટ્રેપ કેસ સામે આવ્યા બાદ સેનાને સોશિયલ મીડિયાથી દૂર રહેવાના નિર્દેશ મળતા રહે છે.

bipin rawat

જનરલ રાવતે કહ્યુ, 'હાલમાં જ અમારા જવાનોને સોશિયલ મીડિયાથી દૂર રહેવાના નિર્દેશ મળ્યા છે. પરંતુ શું જવાનોને સ્માર્ટ ફોનના ઉપયોગથી રોકી શકાય છે?' રાવતે કહ્યુ કે જો તમે સ્માર્ટ ફોન ન રોકી શક્યા તો સોશિયલ મીડિયાના ઉપયોગને કેવી રીતે રોકી શકો છો? જો કે રાવતે કહ્યુ કે આનો ઉપયોગ એક અનુશાસનમાં જરૂર થવો જોઈએ. તેમણે કહ્યુ, 'આજના સમયમાં યુદ્ધની રણનીતિના નાતે ઈન્ફો વોરફેર મહત્વપૂર્ણ છે અને તે હેઠળ અમે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (AI) વિશે વાત કરવાનું શરૂ કરી દીધુ છે.' રાવતે કહ્યુ કે જવાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા રહેશે અને અમારી સલાહ અનુસાર તે ફિઝિકલ વોરફેર અને ડિસેપ્શન માટે હશે.

આ પણ વાંચોઃ સીજેઆઈ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે થશે રિટાયર, આવી શકે ઘણા ઐતિહાસિક ચૂકાદાઆ પણ વાંચોઃ સીજેઆઈ દીપક મિશ્રા 2 ઓક્ટોબરે થશે રિટાયર, આવી શકે ઘણા ઐતિહાસિક ચૂકાદા

સેના માટે જાહેર કરી સોશિયલ મીડિયા માર્ગદર્શિકા

  • ફેસબુક-સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર પોર્ન ન જુઓ.
  • વ્હોટ્સએપ-ફેસબુક પર પ્રોફાઈલ પિક્ચર માટે સેનાના યુનિફોર્મનો ઉપયોગ ન કરો.
  • સોશિયલ સાઈટ પર કોઈ પણ એવોર્ડ માટે આકર્ષિત જાહેરાત પર ક્લિક ન કરો.
  • સીવિલ યુનિફોર્મ કે હથિયાર સાથે સોશિયલ મીડિયા પર કોઈ ફોટો અપલોડ ન કરો.
  • પોતાનો રેન્ક, યુનિટ અને લોકેશન સાથે જોડાયેલા તથ્ય પ્રગટ ન કરો.
  • કોઈ પણ અજ્ઞાત દોસ્તની ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ ના કરો.
  • આપના પરિવારનો સભ્ય તમારા પ્રોફેશન વિશેની વિગતો સાર્વજનિક ન કરે.
  • તમારા કમ્પ્યુટર-લેપટોપમાં સેના સંબંધિત કોઈ પણ જાણકારી સેવ ન કરો.

આ પણ વાંચોઃ અટલ પેન્શન યોજના સંબંધિત 15 સવાલો જે તમારા મનમાં ઉઠી શકે છેઆ પણ વાંચોઃ અટલ પેન્શન યોજના સંબંધિત 15 સવાલો જે તમારા મનમાં ઉઠી શકે છે

English summary
Bipin Rawat says denying social media access to soldiers not possible
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X