For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ, આતંક સાથે વાતચીત સંભવ નથીઃ આર્મી ચીફ

ઈન્ડિયન આર્મી ચીફ શુક્રવારે પૂણેમાં હતા અને અહીં તેમણે પાકિસ્તાન સાથેના શાંતિ પ્રયાસો પર એક મહત્વનું નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ડિયન આર્મી ચીફ શુક્રવારે પૂણેમાં હતા અને અહીં તેમણે પાકિસ્તાન સાથેના શાંતિ પ્રયાસો પર એક મહત્વનું નિવેદન આપ્યુ છે. જનરલ રાવતે કહ્યુ છે કે પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ છે અને વાત કરવા માટે પહેલા તેણે એક ધર્મનિરપેક્ષ દેશ બનવુ પડશે. જનરલ રાવત નેશનલ ડિફેન્સ એકેડમી (એનડીએ)ની પાસિંગ આઉટ પરેડમાં મુખ્ત અતિથિ રૂપે શામેલ થયા હતા. અહીં તેમણે આ નિવેદન આપ્યુ. જનરલ રાવત આ પહેલા ગિલગિટ-બાલ્ટીસ્તાન અંગે પણ મોટુ નિવેદન આપી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ 2019માં મધ્યમ વર્ગ વચ્ચે પકડ જમાવવા કોંગ્રેસનો આ છે 'ખાસ પ્લાન'આ પણ વાંચોઃ 2019માં મધ્યમ વર્ગ વચ્ચે પકડ જમાવવા કોંગ્રેસનો આ છે 'ખાસ પ્લાન'

ભારતની જેમ સેક્યુલર દેશ બને પાકિસ્તાન

ભારતની જેમ સેક્યુલર દેશ બને પાકિસ્તાન

આર્મી ચીફ જનરલ રાવત પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનના એ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી જેમાં તેમણે કહ્યુ હતુ કે જો ભારત એક પગલુ આગળ વધે તો પાકિસ્તાન બે પગલાં આગળ વધશે. જનરલ રાવતે કહ્યુ, ‘પાકિસ્તાન એક ઈસ્લામિક દેશ છે. જો તેમને ભારત સાથે રહેવુ હોય તો પોતાને એક ધર્મનિરપેક્ષ દેશ તરીકે વિકસિત કરવો પડશે. અમે એક ધર્મનિરપેક્ષ દેશ છીએ. જો તે અમારી જેમ સેક્યુલર બને તો તેમને માટે એક મોકો છે.' સેના પ્રમુખે આગળ કહ્યુ કે, ‘પાક કહી રહ્યુ છે કે તમે એક પગલુ આગળ વધારો, અમે બે પગલા આગળ વધીશુ. તેમની વાતોમાં વિરોધાભાસ છે.' જનરલ રાવતે કહ્યુ કે પાક તરફથી પહેલુ પગલુ સકારાત્મક રીતે ઉઠવુ જોઈએ.

જનરલ રાવતે લગાવી પાકને ફટકાર

જનરલ રાવતે લગાવી પાકને ફટકાર

જનરલ રાવતે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની વાત રીપિટ કરતા કહ્યુ કે, ‘અમારા દેશની નીતિ એકદમ સ્પષ્ટ છે, આતંક અને વાતચીત એકસાથે ન થઈ શકે.' આ પહેલા ગુરુવારે સેના પ્રમુખ જનરલ રાવતે પીઓકે અને ગિલગિટ-બાલ્ટીસ્તાનની ડેમોગ્રાફી બદલવા પર પાકને ફટકાર લગાવી હતી. જનરલ રાવતે કહ્યુ હતુ કે પાકિસ્તાન પીઓકેના લોકોને પોતાનામાં મિલાવવા ઈચ્છે છે. જનરલ રાવતનું આ નિવેદન એ સમયે આવ્યુ જ્યારે શુક્રવારે પાકની કેબિનેટ તરફથી ગિલગિટ-બાલ્ટીસ્તાનની સ્થિતિને બદલવા માટેનો એક પ્રસ્તાવ રજૂ કરાવાનો છે.

ઈમરાને આપી એક મહત્વના પ્રસ્તાવને મંજૂરી

ઈમરાને આપી એક મહત્વના પ્રસ્તાવને મંજૂરી

ઈમરાન ખાને એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને ત્યારબાદ આ ગિલગિટ-બાલ્ટીસ્તાનની સ્થિતિ એક અંતરિમ રાજ્ય રૂપે બદલાઈ જશે. ગિલગિટ-બાલ્ટીસ્તાન વર્ષ 1947 સુધી ભારતનો હિસ્સો હતો પરંતુ ભાગલા બાદ આના પર પાકે પોતાનો કબ્જો કરી લીધો હતો. પાકિસ્તાને ત્યારબાદ તેને બે ભાગમાં વહેંચી દીધુ - પીઓકે અને ગિલગિટ-બાલ્ટીસ્તાન. ભારત જો કે ગિલગિટ-બાલ્ટીસ્તાનને પીઓકેનો જ હિસ્સો માને છે. આ ક્ષેત્રમાં ઘણી વાર માનવાધિકારોના હનન અંગે વિરોધ પ્રદર્શનો થતા રહે છે.

આ પણ વાંચોઃ આઈઆઈટીના છાત્રોને 1.5 કરોડનું પેકેજ આપી રહી છે માઈક્રોસોફ્ટ, ઉબર બીજા નંબરેઆ પણ વાંચોઃ આઈઆઈટીના છાત્રોને 1.5 કરોડનું પેકેજ આપી રહી છે માઈક્રોસોફ્ટ, ઉબર બીજા નંબરે

English summary
Indian Army chief General Bipin Rawat says Pakistan is a Islamic state and they have to first develop a secular state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X