For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રિપુરામાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી નામની જાહેરાત

ત્રિપુરામાં બિપ્લવ કુમાર દેબ મુખ્યમંત્રી હશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ મંગળવારે તેમના નામની જાહેરાત કરી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ત્રિપુરામાં બિપ્લવ કુમાર દેબ મુખ્યમંત્રી હશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ મંગળવારે તેમના નામની જાહેરાત કરી છે. ત્યાં જ જિષ્ણુ દેબ બર્મન ઉપમુખ્યમંત્રી હશે. જિષ્ણુ દેબે પોતાના નામની ઘોષણા થયા પછી કહ્યું કે તેઓ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેબ સાથે મળીને પ્રદેશના વિકાસના કામમાં કોઈ પણ ઢીલ નહીં રહેવા દે અને બધા જ વર્ગો માટે કામ કરશે. ત્રિપુરામાં હાલમાં થયેલી ચૂંટણીમાં ભાજપ અને આઈપીએફટી ગઠબંધન ને ભારે વિજય મળ્યો છે. 59 સીટોમાંથી 43 સીટો પર ગઠબંધનને વિજય મળ્યો છે. ભાજપે 35 સીટો જયારે આઈપીએફટી 8 સીટો કબ્જે કરી છે. ત્યાં જ સીપીઆઇ 16 સીટ લઈને આવી છે.

કોણ છે બિપ્લવ દેબ

કોણ છે બિપ્લવ દેબ

બિપ્લવ દેબનો જન્મ 25 નવેમ્બર 1971 દરમિયાન ત્રિપુરાના ગોમતી જિલ્લાના રાજધર નગરના એક મધ્યમ પરિવારમાં થયો હતો. તેમને વર્ષ 1999 દરમિયાન ઉદયપુર કોલેજથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું. બિપ્લવ દેબ સ્નાતક અભિયાસ પૂરો કરવા માટે દિલ્હી આવ્યા અને ત્યાં તેઓ આરએસએસ માં જોડાયા. 48 વર્ષના નેતાએ લગભગ 16 વર્ષ સુધી સંઘમાં કામ કર્યું.

સંઘના નજીક છે બિપ્લવ દેબ

સંઘના નજીક છે બિપ્લવ દેબ

બિપ્લવ દેબ સંઘથી નજીક છે એટલા માટે મુખ્યમંત્રી રેસમાં તેમનું નામ આગળ હતું. બિપ્લવ દેબે વર્ષ 2015 દરમિયાન ત્રિપુરામાં ભાજપના કેન્દ્રીય જન સંપર્ક પ્રમુખ પદ સંભાળ્યું. 6 જાન્યુઆરી 2016 દરમિયાન તેઓ પ્રદેશ ભાજપા અધ્યક્ષ બન્યા.

ત્રણ રાજ્યોમાં ભાજપનું સારું પ્રદર્શન

ત્રણ રાજ્યોમાં ભાજપનું સારું પ્રદર્શન

હાલમાં જ ઉત્તર પૂર્વમાં ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણી થયી. ત્રણે રાજ્યોમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું. ત્રિપુરા માં જ્યાં તેમને એકલા દમ પર બહુમત આંકડો પાર કર્યો. ત્યાં જ નાગાલેન્ડ માં તેમને 12 સીટો જીતી છે અને એનડીપીપી સાથે સરકાર બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મેઘાલય માં તેઓ બે સીટો જીત્યા પછી પણ સરકારમાં જોડાઈ શકે છે.

English summary
Biplab Kumar Deb chief minister Jishnu Deb Burman deputy CM candidate for Tripura: Nitin Gadkari
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X