કેરળના અલાપ્પુઝામાં બર્ડ ફ્લુની દસ્તક, મોટી સંખ્યામાં બતકોને મારશે પ્રશાસન
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિઅંટ તેજીથી ફેલાઈ રહ્યો છે. આ દરમિયાન કેરળમાં બર્ડ ફ્લુએ ચિંતા વધારી દીધી છે. રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા ભોપાલને મોકલવામાં આવેલ અમુક નમીનામાં H5N1 ઈન્ફ્લુએન્ઝા એટલે કે બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ છે. ત્યારબાદ પ્રશાસને ગુરુવારે કેરળના અલાપ્પુઝા જિલ્લામાં એલર્ટ જાહેર કર્યુ. સાથે જ બધાને બર્ડ ફ્લુને લઈને સાવચેત રહેવાની અપીલ કરી છે.
વાસ્તવમાં ગયા સપ્તાહે જિલ્લામાં ઘણા બતકો અને સ્થાનિક પક્ષીઓના મોત થઈ ગયા હતા. જેના પર પશુ ચિકિત્સા વિભાગે બર્ડ ફ્લુની સંભાવના વ્યક્ત કરી અને સેમ્પલને લઈને ભોપાલ મોકલ્યા. જેમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થઈ છે. પશુ ચિકિત્સા અધિકારીઓના જણાવ્યા મુજબ શુક્રવારે પ્રભાવિત ક્ષેત્રોમાં બતકોને મારવામાં આવશે. આ સાથે જ તેમના માલિકોને સરકારી માનદંડોના હિસાબે વળતર પણ મળશે. વળી, રાજધાનીમાં મીડિયા સાથે વાત કરીને પશુપાલન મંત્રી જે સિંચૂ રાનીએ કહ્યુ કે સરકારે જિલ્લા કલેક્ટરને જરૂરી ઉપાય કરવાના નિર્દેશ આપ્યા છે.
વિદેશી પક્ષી પણ છે કારણ
તમને જણાવી દઈએ કે કેરળમાં ઘણા બેક્વાટર, તળાવો વગેરેમાં ખેડૂતો બતક પાળે છે. આના કારણે ત્યાં બર્ડ ફ્લુના ઘણા કેસ મળતા રહે છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ હવામાન બદલવા સાથે જ રાજ્યમાં વિદેશી પક્ષી પણ આવે છે જે વાયરસના મુખ્ય ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરે છે. અલાપ્પુઝા અને પડોશી કોટ્ટાયમમાં બતક પાલન એક મહત્વપૂર્ણ વ્યવસાય છે. તેના ઈંડા અને માંસની ઘણી ડિમાન્ડ રહે છે અને તે મુરઘીઓની સરખામણીમાં ઘણા મોંઘા છે.
2016માં હતો સૌથી વધુ કહેર
જો કે, આ કોઈ પહેલો કેસ નથી, ગયા વર્ષે પણ અલાપ્પુઝામાં બર્ડ ફ્લુનો પ્રકોપ જોવા મળ્યો હતો. આ જિલ્લો 2016માં સૌથી વધુ પ્રભાવિત હતો. એ દરમિયાન અલાપ્પુઝા અને પથાનામથિટ્ટા જિલ્લામાં કમસે કમ 5 લાખ મુરઘીઓ અને બતકોને મારી દીધા હતા.