For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો મુલાયમ સિંહ વિરુદ્ધ આઝમગઢ થી ઈલેક્શન લડશે અમર સિંહ?

કોઈ સમયમાં મુલાયમ સિંહના ખુબ જ નજીક રહેલા અમર સિંહ આજે સમાચારોમાં છે. તેની પાછળનું કારણ અમર સિંહની ભાજપ સાથે વધતી દોસ્તી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કોઈ સમયમાં મુલાયમ સિંહના ખુબ જ નજીક રહેલા અમર સિંહ આજે સમાચારોમાં છે. તેની પાછળનું કારણ અમર સિંહની ભાજપ સાથે વધતી દોસ્તી છે. એવી ખબરો પણ આવી રહી છે કે અમર સિંહ ખુબ જ જલ્દી બીજેપીમાં જોડાઈ શકે છે. આ દરમિયાન આવેલી એક ખબરે બધાને ચોંકાવી દીધા છે. અંગ્રેજી વેબસાઈટ અનુસાર બીજેપી સહયોગી પાર્ટી એસબીએસપી ઘ્વારા પૂર્વ સપા નેતા અમર સિંહને પાર્ટીમાં શામિલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

તો મુલાયમ સિંહ વિરુદ્ધ ઈલેક્શન લડશે અમર સિંહ?

તો મુલાયમ સિંહ વિરુદ્ધ ઈલેક્શન લડશે અમર સિંહ?

એસબીએસપી પાર્ટી ઘ્વારા તેમને વર્ષ 2019 દરમિયાન આઝમગઢથી ઈલેક્શન લડવાની વાત કહી. આપણે જણાવી દઈએ કે મુલાયમ સિંહ આઝમગઢ થી સાંસદ છે. જો આવું થશે તો અમર સિંહ અને મુલાયમ સિંહ વચ્ચે સીધી ટક્કર થશે.

એસબીએસપી પ્રમુખ ઓમપ્રકાશ રાજભર ઘ્વારા ઓફર આપવામાં આવી

એસબીએસપી પ્રમુખ ઓમપ્રકાશ રાજભર ઘ્વારા ઓફર આપવામાં આવી

આપણે જણાવી દઈએ કે મંગળવારે એસબીએસપી પ્રમુખ ઓમપ્રકાશ રાજભર ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમર સિંહ આઝમગઢથી વર્ષ 2019 ઈલેક્શન લડવા ઈચ્છે છે અને સીટ અમારા કોટા હેઠળ આવે છે તો અમે તેમને ખુશી ખુશી ઓફર કરીશુ. એસબીએસપી પાર્ટીના દરવાજા તેમના માટે હંમેશાં ખુલ્લા છે. અમે ખુશી ખુશી તેમનું સ્વાગત કરીયે છે.

મુલાયમ સિંહએ બીજેપીને હરાવ્યું હતું

મુલાયમ સિંહએ બીજેપીને હરાવ્યું હતું

આપણે જણાવી દઈએ કે વર્ષ 2014 દરમિયાન આ સીટ મુલાયમ સિંહ યાદવે બીજેપીના રમાકાંત યાદવને હરાવીને જીતી હતી.

પીએમ મોદીએ પણ અમર સિંહ પર ભાર આપ્યો

પીએમ મોદીએ પણ અમર સિંહ પર ભાર આપ્યો

રવિવારે લખનવમાં યોગી સરકારની ગ્રાન્ડ બ્રેકીંગ સેરેમનીમાં પીએમ મોદી ઘ્વારા અમર સિંહને ઘણું મહત્વ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ અમર સિંહ પણ આ કાર્યક્રમમાં ભગવા રંગનો કુતો પહેરીને આવ્યા હતા. ત્યારપછી સતત અમર સિંહની ભાજપમાં જોડાવવાની વાતો સામે આવી રહી છે. અમર સિંહએ પીએમ મોદીના ભરપેટ વખાણ કર્યા હતા.

English summary
BJP Ally ready to offer ticket amar singh contest from azamgarh in 2019 lok sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X