
સંજય રાઉત સાથે મુલાકાત બાદ શરદ પવારે પત્તાં ખોલ્યાં, શિવસેના સાથે ગઠબંધન પર આપ્યું નિવેદન
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સરકારનું સંકટ હજુ પણ ચાલુ છે. ભાજપ જ્યાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદ પર બનાવી રાખવાનું વલણ અપનાવી રહી છે જ્યારે શિવસેનાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ 50-50 ફોર્મ્યુલા સિવાય કોઈ પ્રસ્તાવને સ્વીકારશે નહિ. આ દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારે શિવસેના સાથે સરકાર બનાવવાને લઈ ચાલી રહેલ અટકળો પર વિરામ લગાવી દીધી છે. શિવસેના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાતના એક કલાક બાદ જ પ્રેસ કોન્ફ્રેન્સ કરતા શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ તેમને વિપક્ષમાં બેસવા માટે જનાદેશ આપ્યો છે અને ભાજપ-શિવસેનાએ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવવી જોઈએ.

ભાજપ-શિવસેના સાથે મળી સરકાર બનાવે
શિવસેના સાથે મળી સરકાર બનાવવાના સવાલ પર શરદ પવારે કહ્યું કે, શિવસેના અને એનસીપીની સરકારનો સવાલ જ ક્યાં છે? ભાજપ અને શિવસેના પાછલા 25 વર્ષોથી સાથે છે. આજે નહિ તો કાલે તે બંને સાથે આવી જશે. મારી પાસે આ મામલે કહેવા માટે અત્યાર કંઈ જ નથી. ભાજપ અને શિવસેનાને જનતાનો જનાદેશ મળ્યો છે, માટે તેમણે જલદીમાં જલદી સરકાર બનાવવી જોઈએ. જનતાએ અમને વિપક્ષની ભૂમિકા નિભાવવા માટે પોતાનો જનાદેશ આપ્યો છે. માત્ર એક જ વિકલ્પ છે કે ભાજપ અને શિવસેના સાથે મળી સરકાર બનાવે. રાષ્ટ્રપતિ શાસનથી બચવા માટે બીજો કોઈ રસ્તો નથી.

સંજય રાહુત સાથેની મુલાકાત પર કહી આ વાત
શિવસેના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાતને લઈ શરદ પવારે કહ્યું કે, 'સંજય રાઉતે આજે મારી સાથે મુલાકાત કરી અને આગામી રાજ્યસભા સત્ર વિશે ચર્ચા કરી. કેટલાક એવા મુદ્દા છે જેના પર અમે ચર્ચા કરી, જેના વિશે અમે એક સમાન વલણ અપનાવી શકીએ છીએ.' જ્યારે ખેડૂતોના મુદ્દા પર શરદ પવારે કહ્યું કે કેન્દ્રએ એવા ખેડૂતોની મદદ કરવી જોઈએ જેમનો પાક વરસાદને કારણે બરબાદ થઈ ગયો છે. પ્રભાવિત ક્ષેત્રોનો મેં પ્રવાસ કર્યો અને મહેસૂસ કર્યું કે ખેડૂતોને રાહત મળવી જોઈએ. બીજો મુદ્દે એ છે કે વીમા કંપનીઓ ખેડૂતોના નુકસાનની વળતર નથી ચૂકવી રહી, આ મામલે નાણા મંત્રાલયે હસ્તક્ષેપ કરવો જોઈએ.

50-50 સિવાય શક્ય નથી
જણાવી દઈએ કે અગાઉ શિવસેના સાંસદ સંજય રાઉતે બધવારે ટ્વીટ કરતા કહ્યું કે જે લોકો કંઈપણ નથી કરતા તેઓ કમાલ કરે છે. સંજય રાઉતના આ ટ્વીટને ભાજપની સાથે ચાલી રહેલ શિવસેનાની તકરાર સાથે જોડવામાં આવી રહ્યું છે. આ ટ્વીટ બાદ સંજય રાઉતે શરદ પવાર સાથે મુલાકાત કરી. જ્યારે મીડિયા સાથે વાતચીત કરતા બુધવારે સંજય રાઉતે કહ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલા જે મુદ્દે સહમતી કરી હતી એ મુદ્દાઓ પર જ ભાજપ સાથે ચર્ચા કરશું. હવે કોઈપણ પ્રકારના નવા પ્રસ્તાવની અદલા બદલી કરવામાં નહિ આવે. ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પહેલા સીએમના પદને લઈ એક સમજૂતી કરી હતી અને તે બાદ જ ચૂંટણીમાં ગઠબંધન માટે આગળ વધ્યા.
પોલીસ-વકીલ વચ્ચે મારામારીઃ કોર્ટની બહાર વકીલે આપઘાતની કોશિશ કરી