બજારમાં સામાનની જેમ ધારાસભ્યોને ખરીદી રહ્યુ છે ભાજપઃ દિગ્વિજય સિંહ
કર્ણાટકમાં ધારાસભ્યોના રાજીનામાથી ઉભુ થયેલ રાજકીય સંકટ અને ગોવાના દસ કોંગ્રેસ ધારાસભ્યોના ભાજપમાં શામેલ થયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યુ છે. શુક્રવારે તેમણે દાવો કર્યો કે, 'નોટબંધી દરમિયાન ભાજપે બેહિસાબ પૈસા મેળવ્યા અને હવે તેનો ઉપયોગ ધારાસભ્યોની ખરીદીમાં કરી રહ્યો છે. સ્થિતિ એ છે કે ધારાસભ્યોને એવી રીતે ખરીદવામાં આવી રહ્યા છે જેમ કે બજારમાં સામાન ખરીદાતો હોય. હું આની કડક નિંદા કરુ છુ.'
દિગ્વિજય સિંહે કહ્યુ કે મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને સરકાર પાસે 121 ધારાસભ્યોનું સમર્થન છે. દિગ્વિજય સિંહે મોદી સરકારની આર્થિક નીતિઓની પણ ટીકા કરી અને કહ્યુ કે 2024 સુધી ભારતને પાંચ ખરબ ડૉલરવાળી અર્થવ્યવસ્થા બનાવવાનું એક સપનુ છે જે પ્રધાનમંત્રી બતાવી રહ્યા છે. તેમણે કહ્યુ, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં આપણને સપનુ બતાવ્યુ હતુ કે બે કરોડ લોકોને રોજગાર આપશે, વિદેશોમાંથી કાળુ નાણુ પાછુ લાવશે અને લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવશે. પરંતુ બધા વચનો જુમલા સાબિત થયા. હવે પીએમ મોદીએ ભારતને 2024 સુધી પાંચ ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનું એક નવુ સપનુ બતાવ્યુ છે.'
કોંગ્રેસ નેતાએ કહ્યુ, 'આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાટે બે અંકોનો નિરંતર વિકાસ દર જોઈએ. દૂર્ભાગ્યથી એવી કોઈ સંભાવના નથી દેખાઈ રહી.' વળી, રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટવાના નિર્ણય પર કોંગ્રેસ નેતાએ સામાન્ય ચૂંટણીમાં હારની જવાબદારી લેવાની તેમની પ્રશંસા કરી. તેમણે કહ્યુ, '1968 બાદ એક કે બે વખત કોંગ્રેસ તૂટી હતી પરંતુ દેશની જનતા અને પાર્ટી કાર્યકર્તાએ પોતાનો ભરોસો નહેરુ-ગાંધી પરિવારની આગેવાનીવાળી કોંગ્રેસમાં દર્શાવ્યો હતો.'
આ પણ વાંચોઃ સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે મોદી, યૂએસ એસેમ્બલીમાં સામેલ થશે