
આ ત્રણ રાજ્યોમાં ભાજપને ધૂળ ચટાડી શકે કોંગ્રેસઃ રિપોર્ટ
નવેમ્બર- ડિસેમ્બર 2018માં દેશના ત્રણ મોટાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. આ ત્રણેય રાજ્ય મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાલ ભાજપની સરકાર છે. પરંતુ હવે સવાલ એ ઉઠ્યો છે કે શું આગામી વિધાનસભા ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપ પોતાની સત્તા કાયમ રાખી શકશે ખરી? કેટલાય મીડિયા સર્વેમાં આ વાત સામે આવી છે કે આ રાજ્યોમાં કોંગ્રેસ સામે ભાજપ ઘૂંટણિયે પડશે. ત્યારે ભાજપની ચિંતામાં પણ વધારો થયો છે.

શું કહે છે રિપોર્ટ?
સૂત્રોના હવાલેથી કહેવામાં આવે છે કે આ ત્રણેય રાજ્યો પર નજર રાખતી ગુપ્તચર એજન્સીઓએ પોતાના રિપોર્ટમાં નોંધ્યું કે અહીંની જનતા ભાજપથી ખુશ નથી અને હવે તેઓ બદલાવ ઈચ્છે છે. પરંતુ રિપોર્ટમાં એમપણ કહેવામાં આવ્યું છે કે અહીંના લોકો કોંગ્રેસથી પણ ખુશ નથી. એમની પાસે છત્તીસગઢમાં પૂર્વ સીએમ અજીત જોગીને છોડીને ક્યાંક બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ જોગીનો પ્રભાવ પણ એક તબક્કા સુધી જ સિમિત છે.

ગુજરાત જેવા છે હાલાત
રિપોર્ટમાં સૌથી રસપ્રદ વાત એ કહેવામાં આવી છે કે ગત વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવ્યું તેમ આ રાજ્યોમાં પણ સ્થિતિ સંભાળીને પાસું પલટાવી શકાય તેમ છે. કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાતમાં ભાજપથી જનતા નારાજ છે પણ છતાં ભાજપે રાજકીય દાવપેચ રમીને સત્તા પર કબ્જો જમાવી લીધો.

મોદી મેજીક ચાલશે?
મોટો સવાલ એ છે કે જેમ ગુજરાતમાં ભાજપે પાસું પલટ્યું તેવી રીતે છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભાજપ બાજી સંભાળી શકશે? શું ગુજરાત મોડલ આ રાજ્યોમાં પણ કામ કરશે? ગુજરાતમાં શરુઆતમાં પાછળ રહી ગયેલ ભાજપને પીએમ મોદીની તાબડતોળ ચૂંટણી સભાઓ, લોકોની લાગણીઓને સ્પર્શતાં ભાષણો અને અમિત શાહની મેન-ટૂ-મેન રણનીતિએ ભાજપનો બેડો પાર કરાવી દીધો હતો. ભાજપે માંડ-માંડ ગુજરાતમાં જીત હાંસલ કરી હતી.

કોંગ્રેસમાં ફૂટથી થશે ફાયદો
મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં સતત ત્રણ ટર્મથીં ભાજપ સત્તા પર છે જેથી તેમની વિરુદ્ધ એન્ટી ઈનકમ્બેંસી પણ એક મોટું ફેક્ટર છે. પરંતુ કોંગ્રેસના આંતરિક વિવાદોથી ભાજપને જ ફાયદો થશે. મધ્યપ્રદેશમાં કોંહગ્રેસના મોટા નેતા જેમ કે રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ, ચૂંટણી પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા, વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહ અને અર્જૂન સિંહના પરિવારના લોકોમાં એકતા નથી. આવી રીતે રાજસ્થાનમાં પૂર્વ સીએમ અશોક ગેહલોતના સમર્થકોમાં ટકરાવ પણ ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જ્યારે છત્તીસગઢમાં રમન સિંહને ટક્કર આપવા માટે કોંગ્રેસ પાસે કોઈ ચહેરો જ નથી, ત્યાં ખુદ અજીત જોગી અપ્રત્યક્ષ રૂપે ભાજપની જ મદદ કરી રહ્યા છે.

સમાપ્ત થસે કોંગ્રેસનો વનવાસ?
આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસને અનૂકુળ પરિસ્થિતિ હોવા છતાં અત્યાર સુધી સત્તા મેળવવામાં સફળ ન થઈ. આ રાજ્યોમાં જો કોંગ્રેસે પોતાનો વનવાસ ખતમ કરીને સત્તા પર પરત આવવું હોય તો ભાજપ સરકાર વિરુદ્ધ લોકોની નારાજગી અને ગુસ્સાને ભાજપ સરકારની વિરુદ્ધ વોટમાં બદલવો પડશે. પરંતુ આ વાત પણ સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે જો ભાજપ આ રાજ્યોમાં આક્રમક પ્રચાર કરે છે તો એ વાતની પૂરી સંભાવના છે કે મતદારોનો મોટો વર્ગ ફરી ભાજપ તરફ વળી શકે છે. આ પણ વાંચો-રાહુલ ગાંધીએ વધાર્યુ આ યુવા નેતાનું કદ જેની સાથે ઉડી હતી લગ્નની અફવાઓ