For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટ માંગવા માટે ઘરે-ઘરે જઈ વાસણ ધોઈ રહ્યા છે ભાજપના ઉમેદવાર

વોટ માંગવા માટે ઘરે-ઘરે જઈ વાસણ ધોઈ રહ્યા છે ભાજપના ઉમેદવાર

|
Google Oneindia Gujarati News

ઈન્દોરઃ મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક છે, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ખેલ છે. ત્યારે ઉમેદવારો પણ જીવતા માટે કંઈપણ કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં કુલ 230 વિધાનસભા સીટ છે, જેમાંથી હાલ ભાજપ પાસે 166 સીટ છે, કોંગ્રેસ પાસે 57 જ્યારે બીએસપી પાસે માત્ર 4 સીટ છે. ઉલ્લેખનીય છે કે 2005થી મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર છે. ત્યારે સત્તા ટકાવી રાખવા માટેના ભાજપના પ્રયત્ન રહેશે જ્યારે ભાજપને સત્તામાંથી દૂર કરવા કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવશે.

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી

મધ્યપ્રદેશની ચૂંટણી પહેલા મતદાતાઓને ખુશ કરવાની તમામ શક્ય કોશિશ કરવામાં આવી રહી છે. જનસંપર્ક દરમિયાન કેટલાક ઉમેદવારો ક્યારેક મંદિરમાં જાય છે, તો ક્યારેક નાનાં બાળકોને તેડીને તેમને રમાડે છે, કેટલાક ઉમેદવારો તો એવા છે જે ઘરે જઈને મહિલા મતદાતાઓને કામમાં પણ મદદ કરે છે. જી હાં, ઈન્દોરની સાંવેરી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર રાજેશ સોનકરે તો વાસણ પણ ધોઈ આપ્યાં.

ઉમેદવારો વાસણ પણ ધોઈ રહ્યા છે

ઉમેદવારો વાસણ પણ ધોઈ રહ્યા છે

જણાવી દઈએ કે રાજેશ સોનકર પોતાના મતક્ષેત્રમાં પ્રચાર માટે નિકળ્યા હતા. આ દરમિયાન માંગલિયાની આજુબાજુના ગામમાં પહોંચી તેમણે ગ્રામીણ વિસ્તારોમામં પ્રચાર કરતા એક ઘરમાં ચાલ્યા ગયા. અહીં ઘરમાં મહિલા એઠાં વાસણ ધોઈ રહી હતી. રાજેશ સોનકર પણ મહિલાને મદદ કરવા વાસણ ધોવા લાગ્યા.

જીતવા માટે કંઈપણ કરવા તૈયાર છે ઉમેદવારો

જીતવા માટે કંઈપણ કરવા તૈયાર છે ઉમેદવારો

જો કે મહિલા સતત મના કરી રહી હતી. પરંતુ નેતાજી માનવાનું નામ જ નહોતા લઈ રહ્યા, બધાં વાસણ ધોવડાવ્યા બાદ જ તેઓ ત્યાંથી આગળ વધ્યા. હાલના દિવસોમાં પ્રચારમાં નિકળેલા ઉમેદવારો મતદાતાઓને મનાવવા માને દરેક શક્ય કોશિશો અને કામ કરી રહ્યા છે. જેના દ્વારા તેઓ પોતાના પક્ષમાં વોટ માંગી શકે.

વીડિયો: ચૂંટણીમાં 200-500 રૂપિયા લઈને બ્લાઉઝમાં રાખે છે મહિલાઓવીડિયો: ચૂંટણીમાં 200-500 રૂપિયા લઈને બ્લાઉઝમાં રાખે છે મહિલાઓ

English summary
bjp candidate helping women for their votes in elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X