For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના આરોપો પર ન્યૂયૉર્ક ટાઈમ્સે જાહેર કર્યુ નિવેદન, BJPએ મનીષ સિસોદિયાના સમાચારને ગણાવ્યા હતા 'પેઈડ ન્યૂઝ'

'ન્યૂયોર્ક ટાઈમ્સ'માં મનીષ સિસોદિયાના કામના સમાચાર પ્રકાશિત થયા હતા. જેના પર ભાજપે પેઇડ ન્યૂઝનો આરોપ લગાવ્યો છે. હવે ન્યૂયોર્ક ટાઈમ્સે આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સીબીઆઈએ શુક્રવારે એક્સાઈઝ પૉલિસી કેસમાં દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા. સીબીઆઈના દરોડાનો વિરોધ કરતા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, 'સીબીઆઈએ આ દરોડા એ જ દિવસે પાડ્યા જ્યારે અમેરિકાના અગ્રણી અખબાર 'ન્યૂયોર્ક ટાઈમ્સ'માં મનીષ સિસોદિયાના કામના સમાચાર પ્રકાશિત થયા હતા. જેના પર ભાજપે પેઇડ ન્યૂઝનો આરોપ લગાવ્યો છે. હવે ન્યૂયોર્ક ટાઈમ્સે આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.

arvind kejriwal

એનડીટીવીના સમાચાર મુજબ ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યુ કે આ લેખ જાહેરાત અથવા પેઈડ ન્યૂઝના આધારે નથી પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટિંગના આધારે લખવામાં આવ્યો છે. અખબારે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે દિલ્લીની શિક્ષણ પ્રણાલીને સુધારવાના પ્રયાસો અંગેનો અમારો અહેવાલ નિષ્પક્ષ અને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પર આધારિત છે. શિક્ષણ એ એક મુદ્દો છે જેને ન્યૂયોર્ક ટાઈમ્સે ઘણા વર્ષોથી આવરી લીધો છે.

અખબારે કહ્યુ કે ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પત્રકારત્વ હંમેશા સ્વતંત્ર અને રાજકીય અથવા જાહેરાતકર્તાના પ્રભાવથી મુક્ત રહ્યુ છે. અન્ય સમાચાર આઉટલેટ્સ નિયમિતપણે અમારા કવરેજને ફરીથી પ્રકાશિત કરે છે. તમને જણાવી દઈએ કે બીજેપી નેતા કપિલ મિશ્રાએ એક ટ્વીટમાં લખ્યુ હતુ કે, 'ન્યૂયોર્ક ટાઈમ્સ અને ખાલીજ ટાઈમ્સને પૈસા આપીને સમાચાર તો પ્રકાશિત કરી દીધા પરંતુ જૂઠ્ઠુ બોલવાની અને ચોરી કરવાની આદત છૂટી નહિ. આ ફોટો દિલ્લીની કોઈ સરકારી સ્કૂલનો નથી પરંતુ મયૂર વિહારની મધર મેરી સ્કૂલના બાળકોનો છે. કેજરીવાલ અને સિસોદિયા દેશની સાથે-સાથે વિદેશમાં પણ જુઠ્ઠાણા વેચી રહ્યા છે.

હવે ન્યૂયોર્ક ટાઈમ્સે નિવેદન જાહેર કર્યા પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યુ કે આ નેતાઓ કહી રહ્યા છે કે ખાલીજ ટાઈમ્સમાં તે જ સમાચાર પ્રકાશિત થયા હતા જે ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થયા હતા પરંતુ તેમને બિલકુલ અંદાજ નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના અખબારમાં રિપોર્ટરનું નામ લખવામાં આવ્યુ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ ખલીજ ટાઈમ્સમાં બંને અખબારોમાં એક જ રિપોર્ટરના નામ સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

AAP ધારાસભ્યએ કહ્યુ કે ભાજપ ભારતની સૌથી અમીર પાર્ટી છે, તેમની પાસે આટલા પૈસા છે તો 8 વર્ષમાં પેઇડ ન્યૂઝ કેમ પ્રકાશિત ન કરાવી દીધા? આ લોકોએ ન્યૂયોર્ક ટાઈમ્સને ફોન કરીને પૈસા લઈને સમાચાર છાપવાનુ કહ્યુ. હું તેમને પડકાર આપુ છું કે તમારી બધી શક્તિ અને ધન લગાવી દો અને આવતીકાલના ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારમાં વિશ્વ ગુરુની તસવીર છપાવી દો.

English summary
BJP CBI Manish Sisodia New York Times Delhi's healthcare system and government schools
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X