For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, ત્રણ રાજ્યોની હાર પર શું બોલ્યા અમિત શાહ

જાણો, ત્રણ રાજ્યોની હાર પર શું બોલ્યા અમિત શાહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણી સંપન્ન થવા અને ફાઈનલ પરિણામ આવ્યાના એક અઠવાડિયા બાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ્ં કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના પરિણામો પાર્ટીના હકમાં નથી આવ્યા, પરંતુ તેમણે આ જનાદેશનો સ્વીકાર કર્યો છે. તેમણે આગળ કહ્યું કે આ પરિણામને લોકસભા 2019 સાથે જોડીને ન જોવાં જોઈએ. ભાજપ આગામી લોકસભા ચૂંટણીમાં હિન્દી ભાષી ક્ષેત્રોની સાથોસાથ અન્ય વિસ્તારોમાં શાનદાર જીત નોંધાવશે. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીને લોકસભા ચૂંટણી સાથે જોડીને ન જોઈ શકાય, એવું એટલા માટે કેમ કે બંને ચૂંટણી અલગ-અલગ મુદ્દા પર લડવામાં આવે છે.

ત્રણ રાજ્યોમાં હાર પર બોલ્યા શાહ

ત્રણ રાજ્યોમાં હાર પર બોલ્યા શાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુંબઈમાં રિપબ્લિક સમિટ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના પરિણામ ભાજપના પક્ષમાં બિલકુલ નથી રહ્યાં, પરંતુ તેને લોકસભા 2019 સાથે જોડીને ન જોઈ શકાય. ચૂંટણી પરિણામો પર અમે આત્મમંથન કરશું. અમિત શાહે કહ્યું કે આ માત્ર ભાજપ માટે જ નહિ બલકે આખા દેશ માટે જરૂરી રહેશે કે ભાજપ હિન્દી ભાષી રાજ્યોની સાથોસાથ અન્ય વિસ્તારોમાં ચૂંટણી જીતે.

ચૂંટણી પરિણામને 2019 સાથે જોડીને ન જોઈ શકાય

ચૂંટણી પરિણામને 2019 સાથે જોડીને ન જોઈ શકાય

અમિત શાહે જણાવ્યું કે લોકસભા 2019 ચૂંટણીમાં ભાજપ ફરીથી સત્તામાં આવશે. તેમણે કહ્યું કે અમને એ વાત પર વિશ્વાસ છે કે શિવસેના આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની સાથે જ રહેશે. બંને પાર્ટી વચ્ચે વાતચીત ચાલુ છે. વિપક્ષ પાર્ટીઓના મહાગઠબંધનની કોશિશો પર ટિપ્પણી કરતા અમિત શાહે કહ્યું કે ગઠબંધનની વાસ્તવિકતા અલગ છે.

વિપક્ષી દળોના મહાગઠબંધન પર શું બોલ્યા અમિત શાહ?

વિપક્ષી દળોના મહાગઠબંધન પર શું બોલ્યા અમિત શાહ?

જણાવી દઈએ કે 17 ડિસેમ્બરે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસના નેતૃત્વમાં નવી સરકાર બની. મધ્ય પ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છત્તીસગઢમાં ભૂપેશ બાઘેલે સોમવારે સીએમ પદના શપથ ગ્રહણ કર્યા. આ શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધીએ વિપક્ષી એકતાની ઝલક રજૂ કરવાની કોશિશ કરી હતી. ખુદ રાહુલ ગાંધી અલગ-અલગ પાર્ટીઓના નેતાઓ સાથે શપથ સમારોહમાં સામેલ થયા અને મહાગઠબંનની એકતા દેખાડવાની કોશિશ કરી.

શપથ ગ્રહણમાં દેખાઈ મહાગઠબંધનની તસવીર

શપથ ગ્રહણમાં દેખાઈ મહાગઠબંધનની તસવીર

જો કે આ શપથ સમારોહમાં બીએસપી સુપ્રીમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના મુખ્યા અખિલેશ યાદવ પણ સામેલ નહોતા થયા. તેમણે શપથ ગ્રહણ કાર્યક્રમથી ખુદને અલગ કરી લીધા હતા. શપથ ગ્રહણમાં બંને નેતાઓ કેમ સામેલ ન થયા તેનું સ્પષ્ટ કારણ જાણવા ન મળ્યું. બંને મોટા નેતાઓની આવી રીતે દૂરી બનાવવાના કારણે મહાગઠબંધનની એકજુટતા પર સવાલ ઉઠી રહ્યા છે. હાલ લોકસભા ચૂંટણી દૂર છે માટે આના પર સીધી રીતે અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.

 VIDEO: સુષ્મા સ્વરાજને મળીને બોલી હામિદ અનસારીની મા, ‘મેરા ભારત મહાન' VIDEO: સુષ્મા સ્વરાજને મળીને બોલી હામિદ અનસારીની મા, ‘મેરા ભારત મહાન'

English summary
BJP Chief Amit Shah First Reaction After Assembly Elections says party accepted results makes point about 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X