આ એ જ કોંગ્રેસ છે જેણે લડ્યા વિના જમીન સરેન્ડર કરીઃ જેપી નડ્ડા
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહે લદ્દાખમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે થયેલી અથડામણ વિશે પીએમ નરેન્દ્ર મોદી પર સોમવારે નિશાન સાધ્યુ. હવે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ મનમોહન સિંહ પર પલટવાર કર્યો છે. નડ્ડાએ મનમોહન સિંહના નિવેદનના શબ્દોને ખેલ ગણાવીને કહ્યુ કે તે એ પાર્ટી સાથે સંબંધ ધરાવે છે જેણે અસહાય સ્થિતિમાં 43 હજાર વર્ગ કિલોમીટરની જમીન ચીનને સરેન્ડર કરી દીધી હતી.
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ લખ્યુ કે મનમોહન સિંહેની લદ્દાખની ટિપ્પણી માત્ર શબ્દોનો ખેલ છે. કોંગ્રેસના મોટા નેતાઓના આચરણથી કોઈ પણ ભારતીયને આ રીતના નિવેદન પર વિશ્વાસ નહિ થાય. યાદ રાખો કોંગ્રેસે હંમેશા સેના પર સવાલ ઉઠાવ્યા છે. નડ્ડાએ આગળ લખ્યુ કે, 'મનમોહન સિંહ એ પાર્ટીના છે જેમણે ચીનને 43000 કિમી જમીન સરેન્ડર કરી દીધી. યુપીએ શાસન દરમિયાન લડ્યા વિના સરકારે સરેન્ડર કરતા લોકોએ જોઈ છે. વારંવાર સેનાને નાની ગણાવવામાં આવી હતી.'
જેપી નડ્ડાએ સીધી રીતે મનમોહન સિંહને તેમનો કાર્યકાળ યાદ કરાવ્યો. નડ્ડાએ ટ્વિટમાં લખ્યુ કે તમારા પીએમ રહેતા સેંકડો સ્કવેર કિલોમીટર ભારતીય જમીન ચીન સામે સરેન્ડર કરી દેવામાં આવી. ચીને 2010થી 2013 વચ્ચે 600 વારથી વધુ વખત ઘૂસણખોરી કરી. નડ્ડાએ લખ્યુ કે ડૉ. મનમોહન સિંહ નિશ્ચિત રીતે વિવિધ વિષયો પર પોતાના વિચારો શેર કરી શકે છે પરંતુ પીએમઓની જવાબદારી તેમની નથી. એ ઓફિસમાં યુપીએવાળી સિસ્ટમ સાફ થઈ ગઈ છે જ્યાં સુરક્ષાબળોનુ અપમાન કરવામાં આવતુ હતુ.
ભાજપ અધ્યક્ષે પૂર્વ પીએમ અને કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યુ કે ડૉ.મનમોહન સિંહ અને કોંગ્રેસ પાર્ટીએ આપણી સેનાઓનુ વારંવાર અપમાન બંધ કરી દેવુ જોઈએ. વારંવાર તેમના સાહસ પર પ્રશ્નચિહ્ન ન ઉભા કરવા જોઈએ. આવુ આ લોકો એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈક વખતે પણ કરી ચૂક્યા છે. નિવેદન છે કે રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજો. ખાસ કરીને આવા મુશ્કેલીના સમયમાં. સુધરવા માટે ક્યારેય મો઼ડુ નથી થતુ.
પ્લાઝમા ડોનેટ કરવાના નામે દિલ્લી વિધાનસભા અધ્યક્ષ સાથે છેતરપિંડી