For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો આપ અને કોંગ્રેસમાં થયુ ગઠબંધન તો ભાજપને મળશે 1 સીટ

કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે દિલ્લીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આગામી ચૂંટણી માટે ગઠબંધન થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ચૂંટણીની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ચૂકી છે. ભારતીય રાજકારણમાં રોજ નવા સમીકરણ બનતા બગડતા રહ્યા છે. પાર્ટીઓ જેવુ કોઈ નવા ઈવેન્ટનું એલાન કરે કે તરત જ મીડિયામાં નવી અટકળો શરૂ થઈ જાય છે. કઈ પાર્ટી કોની સાથે જઈ રહી છે. હાલમાં દિલ્લીની સાત લોકસભા સીટો પર આ વખતે મુકાબલો વધુ રસપ્રદ બનવા જઈ રહ્યો છે. એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે દિલ્લીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આગામી ચૂંટણી માટે ગઠબંધન થઈ શકે છે.

એટલા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે આપ

એટલા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે આપ

2014 માં મોદી લહેર સવાર થઈને ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધને ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સાથે સાથે દિલ્લીમાં બધી લોકસભા સીટો પર જીત નોંધાવી હતી. સીએનએન ન્યૂઝ 18 મુજબ 2014ના મત વિભાજનને જોતા માલુમ પડે છે કે જો આપ અને કોંગ્રેસે હાથ મિલાવ્યો તો ભાજપને રાષ્ટ્રીય રાજધાનીમાં મોટો ઉલટફેરનો સામનો કરવો પડી શકે છે. 2017ના એમસીડી ચૂંટણી દરમિયાન આપના મતશેરમાં આ ઘટાડો આવ્યો છે કદાચ આ જ કારણ છે કે પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવુ પસંદ કરશે. આનું સૌથી મોટુ કારણ છે કે ઘણા સર્વેક્ષણોમાં ભાજપની તુલનામાં આપ અને કોંગ્રેસના મતશેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

એક સીટ જ બચાવી શકશે ભાજપ

એક સીટ જ બચાવી શકશે ભાજપ

2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ચાંદની ચોક મત વિસ્તારમાંથી 44.6 ટકા મત મળ્યા હતા. ભાજપે આપના ઉમેદવાર આશુતોષને 13.88 ટકા અંતરથી હરાવીને સીટ જીતી હતી. પરંતુ આપ અને કોંગ્રેસના મતોને જોડી દેવામાં આવે તો મત ટકા ભાજપથી વધુ 48.67 ટકા થઈ જાય છે. આ રીતે નોર્થ ઈસ્ટ દિલ્લીમાં આપ અને કોંગ્રેસના સંયુક્ત મત ટકા 50.62 ટકા થઈ જાય છે જ્યારે ભાજપના 45.25 ટકા રહી જાય છે. પૂર્વ દિલ્લીમાં ભાજપના 47.83 ના મુકાબલે 48.9 ટકા, નવી દિલ્લીમાં ભાજપના 46.75ના મુકાબલે 48.83 ટકા સંયુક્ત વોટશેર છે. ઉત્તરી પશ્ચિમી દિલ્લીમાં ભાજપના 46.45 ટકા અને દક્ષિણ દિલ્લીમાં ભાજપના 45.17 ટકાના મુકાબલે 47.03 ટકા છે.

સિવિક પોલમાં ઘટ્યો હતો આપનો વોટશેર

સિવિક પોલમાં ઘટ્યો હતો આપનો વોટશેર

દિલ્લીની માત્ર એક સીટ એવી છે જ્યાં ભાજપના મત ટકા આપ અને કોંગ્રેસના સંયુક્ત મત ટકાથી વધુ છે. પશ્ચિમ દિલ્લીમાં ભાજપના પ્રવીણ સાહિબ સિંહ વર્માને 48.32 ટકા મત મળ્યા હતા જે આપ અને કોંગ્રેસના 42.74 ટકા વોટશેરથી વધુ છે. 2017ની નગરપાલિકા ચૂંટણીમાં પણ આપ અને મહાગઠબંધને ભાજપના 36.08 ટકા વોટશેરની તુલનામાં કુલ મતોના 47.32 ટકા સામૂહિક રીતે મેળવ્યા. જો કે આ વખતે કોંગ્રેસનો વોટશેર વધીને 21.28 ટકા થઈ ગયુ જ્યારે આપને લગભગ 26 ટકા રહ્યુ. પાર્ટીને 2015ની વિધાનસભા ચૂંટણીના મુકાબલે અડધાથી પણ ઓછા મળ્યા.

આ પણ વાંચોઃ કેજરીવાલ અને જિગ્નેશ મેવાણીએ સવર્ણ અનામત પાછળ જણાવી ભાજપની આ ચાલઆ પણ વાંચોઃ કેજરીવાલ અને જિગ્નેશ મેવાણીએ સવર્ણ અનામત પાછળ જણાવી ભાજપની આ ચાલ

English summary
BJP could face major defeat in delhi if the AAP and Congress do join hands
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X