મનોજ તિવારીએ કેજરીવાલની ચેલેન્જ સ્વીકારી, બોલ્યા- જગ્યા અને સમય નક્કી કરો
દિલ્લીમાં જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો એકબીજા સામે જોરદાર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. મંગળવારે આમ આદમી પાર્ટીએ પોતાનુ ઘોષણાપત્ર જાહેર કરી દીધુ. આ સાથે જ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્લી ભાજપને પોતાના સીએમ ફેસ બતાવવા અને તેમને ચૂંટણી મુદ્દાઓ પર ચર્ચાની ચેલેન્જ આપી હતી. હવે ભાજપ નેતા અને દિલ્લીના ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કેજરીવાલે ચેલેન્જ સ્વીકારી લીધી છે.
દિલ્લી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યુ કે કેજરીવાલ તારીખ અને સમય નક્કી કરે જેથી આમ આદમી પાર્ટીના ઘોષણા પત્ર અને ભાજપના સંકલ્પ પત્ર વિશે ચર્ચા કરી શકાય. મનોજ તિવારીએ કહ્યુ કે તેમની પાર્ટીના કોઈ પણ વરિષ્ઠ સભ્ય ચર્ચા માટે તૈયાર છે. મનોજ તિવારીએ કહ્યુ કે આમ આદમી પાર્ટીના ઘોષણાપત્રમાં કંઈ પણ નવુ નથી કારણકે છેલ્લા 5 વર્ષાં તેમણે કોઈ કામ નથી કર્યુ.
મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધીને કહ્યુ કે આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટો માત્ર એક છળ છે. આ વખતે પણ કેજરીવાલે એ જ જૂના વચનો આપ્યા જે તે અત્યાર સુધી પૂરા કરી શકી નથી. દિલ્લીની જનતા આમ આદમી પાર્ટીના ખોટા વચનોથી ત્રાસી ગઈ છે અને આગામી ચૂંટણીમાં આનો ઉપયુક્ત જવાબ આપશે. જે પાર્ટી 5 વર્ષમાં પોતાના વચન પૂરા નથી કરી શકી એવી પાર્ટીને દિલ્લીની જનતા 8 ફેબ્રુઆરીએ જવાબ આપશે.
તિવારીએ કહ્યુ કે દિલ્લીની જનતા નકારાત્મકતા ફેલાવનારી આમ આદમી પાર્ટીને સત્તામાંથ બહારનો રસ્તો બતાવવા તૈયાર છે. વળી, દિલ્લીને પૂર્ણ રાજ્યના દરજ્જા પર બોલતા વિજય ગોયલે કહ્યુ કે દિલ્લીને પૂર્ણ રાજ્ય માટે છેલ્લા 5 વર્ષમાં તેમણે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે બેઠક કરી નથી. જે રીતે છેલ્લા 5 વર્ષમાં તેમનો વ્યવહાર રહ્યો છે તેણે પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગને વધુ નબળી પાડી છે.
આ પણ વાંચોઃ કેજરીવાલે BJPને આપી ખુલ્લી ચર્ચાની ચેલેન્જઃ કાલે 1 વાગ્યા સુધી CM ફેસનુ કરો એલાન