For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવને મળ્યો ઉમા ભારતીનો સાથ, બોલ્યા, ‘રામ મંદિરનો મુદ્દો ભાજપની પેટન્ટ નથી'

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીનું પણ નિવેદન આવ્યુ છે અને તેમણે ઉદ્ધવ ઠાકરેના પ્રયાસની પ્રશંસા કરતા કહ્યુ કે રામ મંદિર મુદ્દો ભાજપની પેટન્ટ નથી.

|
Google Oneindia Gujarati News

આગામી લોકસભા ચૂંટણી પહેલા ફરીથી એકવાર અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માંગ વેગીલી બનતી જોવા મળી રહી છે. ભાજપના સહયોગી પક્ષ શિવસેના પણ અયોધ્યામાં રામમંદિર નિર્માણની માંગને લઈને દબાણ કરી રહી છે અને પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પહેલી વાર મુંબઈમાંથી બહાર નીકળી અયોધ્યા પહોંચ્યા જ્યાં તેમણે રામલલ્લાના દર્શન કર્યા અને સરકાર પર હુમલો કરતા કહ્યુ કે બાકી વાતો બાદમાં થશે પહેલા સરકાર મંદિર બનાવવાની તારીખ જણાવે. વળી, ઉદ્ધવ પર ભાજપ નેતાઓ દ્વારા કરાઈ રહેલા હુમલાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીનું પણ નિવેદન આવ્યુ છે અને તેમણે ઉદ્ધવ ઠાકરેના પ્રયાસની પ્રશંસા કરતા કહ્યુ કે રામ મંદિર મુદ્દો ભાજપની પેટન્ટ નથી.

આ પણ વાંચોઃ 26/11: મુંબઈ આતંકી હુમલોઃ એ ભયાવહ 60 કલાકમાં મુંબઈમાં શું થયુ હતુ જાણો અહીંઆ પણ વાંચોઃ 26/11: મુંબઈ આતંકી હુમલોઃ એ ભયાવહ 60 કલાકમાં મુંબઈમાં શું થયુ હતુ જાણો અહીં

ઉદ્ધવને મળ્યો ઉમા ભારતીનો સાથ

ઉદ્ધવને મળ્યો ઉમા ભારતીનો સાથ

ભાજપ ઉદ્ધવ ઠાકરેના અયોધ્યા પ્રવાસ અંગે તેમના પર નિશાન સાધી રહી છે. જ્યારે ઉમા ભારતીએ કહ્યુ છે કે તે ઉદ્ધવ ઠાકરેના પ્રયાસ માટે તેમની પ્રશંસા કરે છે. ભગવાન રામ બધાના છે અને ભાજપની રામ મંદિર મુદ્દે પેટન્ટ નથી. તેમણે કહ્યુ કે સપા, બસપા, ઓવેસી અને આઝમ ખાનને પણ હું અપીલ કરુ છુ કે મંદિર નિર્માણમાં મદદ માટે આગળ આવે.

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સરકારને આડા હાથે લીધા

ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સરકારને આડા હાથે લીધા

તમને જણાવી દઈએ કે વિહિપે એક તરફ અયોધ્યાં ધર્મસભા બોલાવી હતી જ્યાં લાખોની સંખ્યામાં રામભક્તો પહોંચ્યા હતા. વળી, બીજી તરફ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ અયોધ્યા પહોંચીને રામલલ્લાના દર્શન કર્યા. તેમણે પત્ની અને પુત્ર સાથે સરયુ નદીના તટ પર આરતી પણ કરી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકારને આડા હાથે લીધી.

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માંગ બની રહી છે ઉગ્ર

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની માંગ બની રહી છે ઉગ્ર

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે સરકાર એ જણાવે કે રામ મંદિર ક્યારે બનશે? તેમણે કહ્યુ કે તે રાજનીતિ કરવા નથી આવ્યા. પરંતુ તે એમ ઈચ્છે છે કે ભાજપ જો રામ મંદિરનું નિર્માણ ન કરાવી શકતી હોય તો કહી દે કે માફ કરો, અમારાથી નહિ થાય. તેમણે કહ્યુ હતુ કે જો પાર્ટી મંદિર માટેની તારીખ ન જણાવી શકતી હોય તો રામ મંદિર બનાવવાનો દાવો બંધ કરી દે.

આ પણ વાંચોઃ બજરંગદળ કાર્યકર્તાઓએ જય શ્રીરામમાં નારા લગાવ્યાઆ પણ વાંચોઃ બજરંગદળ કાર્યકર્તાઓએ જય શ્રીરામમાં નારા લગાવ્યા

English summary
BJP doesn't have a patent on Ram Mandir, uma bharti supports uddhav Thackeray's ayodhya visit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X