For Quick Alerts
For Daily Alerts
મેનકા ગાંધી પુત્ર વરુણ ગાંધીની બેઠક પરથી લડશે ચૂંટણી!
નવી દિલ્હી, 25 એપ્રિલી: ભાજપા હવે લોકસભા ચૂંટણીમાં મેનકા ગાંધીને પીલીભીતથી ચૂંટણી લડાવવાનો વિચાર કરી રહી છે. બીજી તરફ પાર્ટી ભારતીય જનતા પાર્ટી પોતાના યુવા ચહેરા અને મહાસચિવ વરુણ ગાંધીને સુલતાનપૂર સંસદીય બેઠકથી ચૂંટણી મેદાનમાં ઉતારવાનું મન બનાવી રહી છે.
જ્યારે ગઇ ચૂંટણીમાં વરુણ ગાંધીએ પીલીભીતથી જીત મેળવી હતી અને લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં આંવલા સંસદીય બેઠક પર મેનકા ગાંધીએ કશ્યપને 7654 મતોથી માત આપી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે કે આના માટે અધ્યક્ષ રાજનાથસિંહની અનૂમતિ પણ મળી ચૂકી છે આના માટે મેમાં યોજાનારી જનસભાને ઐતિહાસિક બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અને આ સભામાં રાજનાથસિંહ અને મહાસચિવ વરૂણ ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ સામેલ થવાની સંભાવના છે.