For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે મને 10 કરોડમાં ખરીદવાની કોશિશ કરી: આપ ધારાસભ્ય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય રાકેશ ગર્ગે ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું કે 'ભાજપે મને ખરીદવા માટે દસ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂક્યો છે.' તેમણે આ મુદ્દે પોલીસ ફરિયાદ પણ કરી દીધી છે. આ આરોપ એવા સમયે સામે આવ્યો છે જ્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસના સમર્થન થકી દિલ્હીમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.

જોકે હજી સુધી 'આપ'એ કોંગ્રેસના સમર્થન થકી સરકાર બનાવવાની ઔપચારિક રીતે જાહેરાત કરી નથી. તેઓ આ મુદ્દે દિલ્હીની જનતાના વિચાર જાણી રહી છે, જેનું પરિણામ સોમવારે જાહેર કરાશે. પરંતુ પાર્ટીના સૂત્રો જણાવે છે કે લગભગ-લગભગ પાક્કુ થઇ ગયું છે અને પાર્ટી નેતાઓએ પણ મન બનાવી લીધું છે. એટલા માટે એવું માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના સમર્થન દ્વારા દિલ્હીમાં વિધાનસભામાં સરકાર બનાવવાનો નિર્ણય કરશે.

આવામાં આપ ધારાસભ્ય રાકેશ ગર્ગનો આરોપ દિલ્હીના રાજકારણમાં ગરમાવો લાવી શકે છે. ગર્ગે જણાવ્યું કે તેમને દસ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ ફોન દ્વારા મળ્યો હતો. ચૂંટણી પરિણામો આવવાના એક દિવસ પહેલા એટલે કે 7 ડિસેમ્બરની રાત્રે તેમને આ ફોન આવ્યો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે 10 કરોડ રૂપિયા ક્યાં પહોંચાડવામાં આવે.

aap
ગર્ગના જણાવ્યા પ્રમાણે તેમણે તુરંત પોલીસને આ અંગેની માહિતી આપી હતી. બીજા દિવસે તાત્કાલિક આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધી દેવામાં આવી. જોકે પોલીસે હજી સુધી કોઇ ખાસ કાર્યવાહી કરી નથી. ગર્ગે જણાવ્યું કે તેમની પાસે આ ફોનની રેકોર્ડિંગ પણ છે. પોલીસ જો આ મામલે કાર્યવાહી નહી કરે તો તેઓ સંબંધિત પોલીસ અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરશે.

English summary
BJP had offered 10 crore to me before poll result's day, said AAP's candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X