For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવું તે શું સમજાવ્યું જેઠમલાણીએ કે ભાજપ 370 પર થઇ ગઇ ચુપ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 નવેમ્બર: દેશના જાણીતા અધિવક્તા જેઠમલાણીએ જણાવ્યું કે ભાજપ અત્યાર સુધી અનુચ્છેદ 370 પર ચુપ છે તો માત્ર તેમના કારણે. સવાલ છે કે રામજેઠમલાણીએ ભાજપને એવી તો શું પટ્ટી પડાવી કે ભાજપના પ્રમુખ મુદ્દાઓમાંથી એક જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર અનુચ્છેદ 370 પર આલાકમાન આગળ પગલું જ નથી ભરી રહી. આપને યાદ અપાવી દઇએ કે ભાજપ સરકાર બનતા જ સૌથી પહેલો મુદ્દો જેણે રાજકારણ ગરમ કર્યું હતું તે હતો આર્ટિકલ 370નો મુદ્દો હતો.

જોકે ચોંકાવનારી વાત એ છે કે વડાપ્રધાન કાર્યાલયમાં કેન્દ્રીય મંત્રીએ અનુચ્છેદ 370ને હટાવવાને લઇને ટૂંક સમયમાં નિર્ણય કરવા જેવું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ રાજકીય કકળાટ શરૂ થઇ ગયો હતો. પરંતુ ત્યારબાદ ભાજપ જાણે આ મુદ્દાને ભૂલી જ ગઇ.

modi
આ મુદ્દે રામ જેઠમલાણીનું કહેવું છે કે તેમણે નરેન્દ્ર મોદીને અનુચ્છેદ 370 અંગે સમજાવ્યા હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદી અને ભાજપના મંત્રી, નેતાઓએ આ અંગેનો રાગ આલાપવાનું બંદ કરી દીધું હતું.

જેઠમલાણીએ જણાવ્યું કે તેમણે નરેન્દ્ર મોદીને અનુચ્છેદ 370ના મહત્વને સમજાવ્યું હતું. તેમણે નરેન્દ્ર મોદીને સમજાવ્યા હતા કે આ અનુચ્છેદ હવે એવો મુદ્દો બની ચૂક્યું છે કે જેને હવે કોઇ અડી પણ ના શકે. જો આપને આના કેટલાંક સંશોધન પસંદ ના આવતા હોય તો તેને નિકાળી દો પરંતુ લોકતાંત્રિક ઢબે.

English summary
BJP has gone quiet on article 370 since I explained-says Ram Jethmalani.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X