For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપની સેંચુરી, 1990 બાદ શતક લગાવનાર પ્રથમ પાર્ટી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેરે ભારતીય જનતા માટે પહેલાં જ દિવાળી લાવી દિધી. મોદી સુનામી પર સવાર ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 122 સીટો પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે. આ જીતની સાથે ભાજપે ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે. મહારાષ્ટ્ર ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરેલી ભાજપે સદી ફટકારતાં 1990 બાદ આવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ પાર્ટી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

તમને જણાવી દઇએ કે પહેલાં 1990માં કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 100નો આંકડો પાર કર્યો હતો, જો કે આ વખતે કોંગ્રેસ વિપક્ષનો અધિકાર પણ પ્રાપ્ત કરી શકી નથી. 1990ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 141 સીટ મળ્યા હતા. તો બીજી તરફ ભાજપને 123 સીટો પ્રાપ્ત થઇ છે, પરંતુ સદી ફટકારવા છતાં સરકાર બનાવવા માટે 145 સીટનો જાદૂઇ આંકડો પ્રાપ્ત કરી શકી નથી.

narendramodi-on-victory.

પરંતુ તેમછતાં ભાજપનું પ્રદર્શન ખૂબ પ્રભાવશાળી રહ્યું. આંકડા પર નજર કરીએ તો 1962થી અત્યારસુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નહી, પરંતુ આ વખતે મોદીની એવી આંધી ચાલી કે કોંગ્રેસ એનસીપીની હવા ગૂલ થઇ ગઇ.

આંકડામાં ભાજપની જીત
1962 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 0
1967 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 4 (ભાજપ જન સંઘ)
1972 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 5 (ભાજપ જન સંઘ)
1978 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 0
1980 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 14
1985 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 16
1990 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 42
1995 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 65
1999 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 56
2004 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 54
2009 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 46
2014 મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: 123

આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્રની રાજકીય શતરંજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે જે દાવ ખેલ્યો હતો, તે યોગ્ય રહ્યો છે.

English summary
Riding on the Narendra Modi wave, BJP has crossed the century mark in the Assembly polls in Maharashtra, a feat last time achieved by Congress in 1990.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X