મને ભગવા રંગમાં રંગવાની કોશિશ, જાળમાં નહિ ફસાઉઃ રજનીકાંતનો ભાજપ પર આરોપ
ભાજપ દ્વારા તમિલ કવિ તિરુવલ્લુરની કેસરિયા રંગમાં ફોટો જારી કરવા પર વિવાદ સતત ઘેરાઈ રહ્યો છે. સાઉથના સુપરસ્ટાર અને નેતા રજનીકાંતે શુક્રવારે આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી. એક્ટરથી નેતા બનેલા રજનીકાંતે ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે તે મને ભગવા રંગમાં રંગવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ હું તેમની જાળમાં નહિ ફસાઉ. તેમણે કહ્યુ કે તમિલ કવિ તિરુવલ્લુરને ભગવા ચોલી પહેરાવવી ભાજપનો એજન્ડા છે. તેમણે તેને મૂર્ખતાપૂર્ણ પગલુ ગણાવ્યુ.

ભાજપ ભગવા રંગમાં રંગવાની કરી રહી છે કોશિશ
રજનીકાંતે કહ્યુ કે, ‘ભાજપ મને ભગવા રંગમાં રંગવાની કોશિશ કરી રહ્યુ છે, આવુ જ તેમણે તિરુવલ્લુર (તમિલ કવિ) સાથે કરવાની કોશિશ કરી. પરંતુ તથ્ય એ છે કે ના હું કે ના તિરુવલ્લુર તેમની જાળમાં ફસાવવાના છે. રજનીકાંતનુ આ નિવેદન ઘણુ મહત્વપૂર્ણ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની ભાજપમાં જવાની ચર્ચાઓ ચાલી રહી છે. રજનીકાંતે કહ્યુ કે અમુક લોકો અને મીડિયા એ દર્શાવવાની કોશિશ કરી રહ્યા છે કે હું ભાજપનો માણસ છુ. આ સાચુ નથી. કોઈ પણ રાજકીય પાર્ટી હશે જો તેમનો સાથ આપશે, પરંતુ નિર્ણય લેવો મારા પર છે.'
|
‘તિરુવલ્લુને ભગવો રંગ આપવો ભાજપનો એજન્ડા'
રજનીકાંતે તમિલ કવિ પ્રસિદ્ધ કવિ તિરુવલ્લુરનો કેસરિયા રંગનો ફોટો જારી કરવા પર ભાજપ પર હુમલો કરીને કહ્યુ કે, ‘તિરુવલ્લુરને ભગવો રંગ પહેરાવવો ભાજપનો એજન્ડા છે. મને લાગે છે કે આ લોકોને ખૂબ તૂલ આપવામાં આવી રહ્યુ છે. એવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દા છે જેના પર ચર્ચા કરવાની જરૂર છે. મને લાગે છે કે આ મૂર્ખતાપૂર્ણ મુદ્દો છે.'
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ કોંગ્રેસ નેતા બોલ્યા, ભાજપે કાલે અમારા બે ધારાસભ્યને 25 કરોડની ઑફર આપી

અયોધ્યા ચુકાદા પર શું બોલ્યા?
રજનીકાંતે આ મહિને અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટમાંથી આવનારા ચુકાદા વિશે કહ્યુ કે હું લોકોને અપીલ કરુ છુ કે તે શાંત રહે અને ચુકાદાનુ સમ્માન કરે. કમલ હાસન શે રજનીકાંતે કહ્યુ કે કમલ હાસને રાજનીતિમાં એન્ટ્રી લીધી છે. પરંતુ તે સિનેમાને નહિ ભૂલે. તે પોતાની કલાને આગળ વધારશે. વળી, કમલ હાસને કહ્યુ કે અમે બંને (રજનીકાંત અને કમલ હાસન) એ નિર્ણય કર્યો હતો કે અમે એકબીજાનુ સમ્માન કરીશુ કારણકે અમે માનીએ છીએ કે ભવિષ્ય અમારા બંને માટે સારુ હશે. આજે અમે સતત એકબીજાનુ સમ્માન, ટીકા અને સમર્થન ચાલુ રાખીએ છીએ.

ભાજપે જારી કરી હતી કેસરિયા ફોટો
ઉલ્લેખનીય છે કે તમિલનાડુના ભાજપ એકમે પોતાના ટ્વિટર હેન્ડલ પર કવિ તિરુવલ્લુરનો કેરસિયા વસ્ત્રોમાં ફોટો ટ્વિટ કર્યો હતો. તેમાં તિરુવલ્લુરના માથે એ જ રીતનુ ચંદન કે રાખ બતાવવામાં આવી જેવા અન્ય મહાત્માઓના ચિત્રોમાં દેખાય છે. આના એક દિવસ બાદ સોમવારે તિરુવલ્લુરની મૂર્તુને તંજાવુર જિલ્લામાં ખંડિત કરવામાં આવી. અરાજક તત્વોએ તેમના ચહેરા પર શાહી લગાવી અને ગોબર ફેક્યુ. ભાજપે આ ઘટનાની નિંદા કરીને કહ્યુ કે થિરુવલ્લુરના સમયે હિંદુ ધર્મ ઉપરાંત કોઈ અન્ય ધર્મ નહોતો.

કોણ છે તિરુવલ્લુર?
તિરુવલ્લુર, તમિલનાડુના એવા કવિ છે જેમનુ નામ, જન્મની તિથિ, સ્થળ, પરિવાર અને ધર્મ વિશે કંઈ પાક્કુ નથી. તેમને તમિલના કબીર પણ કહેવામાં આવે છે. આ જ કારણે ત્યાંની મોટાભાગની પાર્ટીઓ તેમને કે તેમના વિચારોને સરળતાથી પોતાની સાથે જોડી લે છે. એવુ માનવામાં આવે છે કે તિરુવલ્લુર બે હજાર વર્ષ પહેલા ચેન્નઈના માયલાપુરમાં ક્યાંક રહેતા હતા. તેમના વિચારોથી યુવાનો પોતાને આજે પણ જોડે છે. આ જ કારણ છે કે તમિલનાડુમાં બધા રાજકીય પક્ષો અને તમિલ કવિ તિરુવલ્લુરના વારસા પર પોતાનો અધિકાર દર્શાવે છે.