For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મનમોહન સિંહના ‘અધૂરા નિવેદન' થી રાહુલ પર હુમલો, ભાજપે શેર કર્યો વીડિયો

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવેદનો માટે સલાહ આપી હતી ત્યારબાદ ભાજપના આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવીયાનું એક ટ્વિટ સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના નિવેદનો માટે સલાહ આપી હતી ત્યારબાદ ભાજપના આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવીયાનું એક ટ્વિટ સામે આવ્યુ છે. જેમાં તેમણે મનમોહન સિંહના એક વીડિયોને એડીટ કરીને ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મનમોહન સિંહ કહે છે કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સરકાર સારી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે અમિત માલવીયાએ જે વીડિયો શેર કર્યો છે તે એક કાર્યક્રમનો માત્ર એક નાનો હિસ્સો છે.

આ પણ વાંચોઃ છૂટાછેડા મામલે નવો વળાંક, તેજપ્રતાપ પાછી લઈ શકે છે અરજી, મળ્યા સંકેત!આ પણ વાંચોઃ છૂટાછેડા મામલે નવો વળાંક, તેજપ્રતાપ પાછી લઈ શકે છે અરજી, મળ્યા સંકેત!

મનમોહન સિંહ રાહુલ ગાંધીના દાવાને ફગાવે છે

મનમોહન સિંહ રાહુલ ગાંધીના દાવાને ફગાવે છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારની ટીકા કરી હતી ત્યારબાદ રાહુલ પર પલટવાર કરવા માટે અમિત માલવીયાએ આ વીડિયો શેર કર્યો છે. માલવીયાએ ટ્વીટ કરીને લખ્યુ છે કે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ રાહુલ ગાંધીના દાવાને ફગાવે છે, તેઓ કહે છે કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સરકારો ઘણી સારી હતી. એવામાં છેલ્લા ઘણા દિવસોથી જે કંઈ પણ રાહુલ કહી રહ્યા છે તેના પર પાણી ફરી વળ્યુ છે.

મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સરકારોની પ્રશંસા

અમિત માલવીયાના આ ટ્વીટને ભાજપના મહિલા મોરચાની પ્રીતિ ગાંધીએ પણ શેર કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ છે કે આ દરમિયાન પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની સરકારોની પ્રશંસા કરી છે. મનમોહન સિંહનું આ નિવેદન 26 નવેમ્બરના રોજ આયોજિત એક કાર્યક્રમમાંથી લેવામાં આવ્યુ છે. જેને મનીષ તિવારીના એક પુસ્તક વિમોચન પ્રસંગે આયોજિત કરવામાં આવ્યુ હતુ.

અમે ભાજપ શાસિત રાજ્યો સાથે ભેદભાવ નહોતો કર્યો

પત્રકાર રાજદીપ સરદેસાઈના સવાલનો જવાબ આપતા મનમોહન સિંહે કહ્યુ હતુ કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ સરકાર સાથે મારા સંબંધો સારા હતા. અમે ક્યારેય ભાજપ શાસિત રાજ્યો સાથે ભેદભાવ નહોતો કર્યો. આટલુ જ નહિ મનમોહન સિંહે કહ્યુ કે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ વાતની પુષ્ટિ કરી શકે છે.

આ પણ વાંચોઃ રાજસ્થાનમાં કોંગ્રેસનું ઘોષણાપત્રઃ ખેડૂતોને દેવુમાફ, છોકરીઓને મફત શિક્ષણઆ પણ વાંચોઃ રાજસ્થાનમાં કોંગ્રેસનું ઘોષણાપત્રઃ ખેડૂતોને દેવુમાફ, છોકરીઓને મફત શિક્ષણ

English summary
BJP IT cell head Amit Malviya shares clipped video of Manmohan Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X