For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Floor Test: ભાજપે કેજી બૉપૈય્યાને બનાવ્યા પ્રોટેમ સ્પીકર

ભારતીય જનતા પાર્ટીના વિધાયક કેજી બૉપૈય્યાને શનિવારે થઇ રહેલા કર્ણાટક વિધાનસભાના ફ્લોર ટેસ્ટ માટે પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના વિધાયક કેજી બૉપૈય્યાને શનિવારે થઇ રહેલા કર્ણાટક વિધાનસભાના ફ્લોર ટેસ્ટ માટે પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. શનિવારે કેજી બૉપૈય્યા સદનમાં બહુમત પરીક્ષણ કરાવશે. કેજી બૉપૈય્યા વર્ષ 2009 થી 2013 સુધી કર્ણાટક વિધાનસભામાં સ્પીકર રહી ચુક્યા છે. કેજી બૉપૈય્યા ભાજપા વિધાયક પણ રહી ચુક્યા છે. બહુમત પરીક્ષણમાં સ્પીકરનો રોલ અગત્યનો હોય છે. કેજી બૉપૈય્યાની પસંદગી ભાજપા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

karnataka floor test

સૌથી સિનિયર વિધાયકને પ્રોટેમ સ્પીકર તરીકે પસંદ કરવામાં આવે છે. તેવામાં કોંગ્રેસના આરવી દેશપાંડે અને ભાજપના ઉમેશ ક્રાંતિ પણ રેસમાં જોડાયેલા હતા. આ બંને 8 વખત વિધાયક રહી ચુક્યા છે. પરંતુ કેજી બૉપૈય્યાને પ્રોટેમ સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા. કેજી બૉપૈય્યાને પ્રોટેમ સ્પીકર બનાવવા બાબતે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપ ઘ્વારા જે પણ કરવામાં આવ્યું છે, તે સંવિધાન વિરુદ્ધ જઈને કરવામાં આવ્યું છે. નિયમ અનુસાર સદનના સૌથી વરિષ્ઠ નેતાને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવી શકે છે.

પ્રોટેમ સ્પીકર નિયુક્તિ ગવર્નર કરે છે અને તેની પસંદગી સામાન્ય રીતે ત્યારે કરવામાં આવે છે જયારે વિધાનસભા પોતાના સ્થાયી વિધાનસભા અધ્યક્ષ પસંદ નહીં કરી લે. તેઓ નવા વિધાયકોને શપથ ગ્રહણ કરાવે છે. કાલે જયારે યેદુરપ્પા પોતાનો બહુમત સાબિત કરવા માટે ઉતરશે ત્યારે લોકોની નજર કેજી બૉપૈય્યા ઉપર પણ રહેશે.

English summary
BJP KG Bopaiah be protem speaker karnataka floor test.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X