કૈલાશ વિજયવર્ગીયના વિધાયક પુત્રને 11 દિવસની ન્યાયિક કસ્ટીમાં મોકલાયો, જામીન રદ
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર ધારાસભ્ય વિજયવર્ગીયની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. તેમની નગરપાલિકાના અધિકારી સાથે કથિત રીતે મારપીટ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટે 7 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આકાશની ધરપકડ બાદ કોર્ટમાં તેમની હાજરી પહેલા મોટી સંખ્યામાં તેમના સમર્થક એકઠા થઈ ગયા ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.
જામીન અરજી ફગાવી
આકાશના વકીલ પુષ્યમિત્ર ભાર્ગવે જણાવ્યુ કે પોલિસે આકાશની નકલી કેસમાં ધરપકડ કરી ત્યારબાદ તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. અમે આ કેસમાં આકાશની જામીનની અપીલ કરી હતી પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી છે. અમે આ કેસમાં જિલ્લા જજને અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે ઈંદોર પોલિસે આકાશની ધરપકડ કરી લીધી હતી. તેના પર આરોપ છે કે તેમણે ક્રિકેટના બેટથી નગરપાલિકાના અધિકારીની પિટાઈ કરી હતી.
ઘણી થપ્પડો મારી દીધી
ગેરકાયદેસર કબ્જાના વિરોધમાં ચાલી રહેલા અભિયાનમાં શામેલ અધિકારીએ આરોપ લગાવ્યો કે તેમની સાથે આકાશે મારપીટ કરી છે અને લોકોની સામે તેણે મને ત્રણ થપ્પડ માર્યા. એટલુ જ નહિ તેની સાથે હાજર અમુક લોકોએ પણ તેમનો કૉલર પકડી લીધો અને તેમને થપ્પડો મારી દીધી. એટલુ જ નહિ એક અજ્ઞાત વ્યક્તિએ અધિકારીનો શર્ટ પણ ફાડવાની કોશિશ કરી. ઘટના બાદ આકાશે મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય નગરપાલિકાના અધિકારીઓ સાથે મળીને બિલ્ડિંગને પાડી રહ્યા હતા. અમે ઘણી વાર રોકવાની કોશિશ કરી પરંતુ અધિકારીએ તેમની વાતને સાંભળી નહિ, અધિકારીએ પોતાના ગુંડાઓ મોકલીને વિસ્તારને ખાલી કરાવ્યો હતો.
ગેરકાયદેસર કબ્જો હટાવવા પહોંચી હતી ટીમ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બુધવારે ઈંદોર નગર નિગમની ટીમ શહેરમાં ચિહ્નિત કરાયેલ 26 અતિ ખતરનાક મકાનોમાંથી એક ગંજી કમ્પાઉન્ડ વિસ્તારમાં મકાન તોડવા પહોંચી હતી. નિગમની ટીમને જોઈને ત્યાં રહેતા લોકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધુ અને સ્થાનિક ધારાસભ્ય આકાશને સૂચના આપીને સ્થળ પર બોલાવી લીધી. આ દરમિયાન સ્થળ પર પહોંચેલા ધારાસભ્ય આકાશ અને નિગમના અધિકારીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. ધારાસભ્યના આવતા જ કાર્યકર્તાઓએ જીસીબીની ચાવી કાઢી લીધી.
બધાની સામે આપી ધમકી
ધારાસભ્યોએ નિગમ અધિકારીઓ અને કર્મચારીઓને ધમકીભર્યા સ્વરમાં ચેતવણી આપતા કહ્યુ કે 10 મિનિટમાં અહીંથી નીકળી જાવ નહિતર જે થશે તેની જવાબદારી તમારા લોકોની હશે. નિગમ કર્મચારીઓએ ધારાસભ્યને સમજાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તૂ-તૂ મે-મે થઈ અને વિવાદ વધી ગયો. આ દરમિયાન ધારાસભ્યએ ક્રિકેટના બેટથી નિગમ કર્મચારીઓને મારવાનું શરૂ કરી દીધુ. કેમેરા સામે ધારાસભ્યએ અધિકારીઓને ઘણી વાર બેટથી ફટકાર્યા.
આ પણ વાંચોઃ જી-20ની બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી પહોંચ્યા જાપાન