TMC ગુંડાઓએ ચાર ભાજપા કાર્યકર્તાઓની હત્યા કરી નાખી
પશ્ચિમ બંગાળમાં હિંસાઓ અટકી નથી રહી રાજ્યમાં ઘણા નેતાઓની હત્યા થઇ રહી છે. ભાજપા નેતા મુકુલ રોય ઘ્વારા તેના પર મોટું નિવેદન આપીને કહેવામાં આવ્યું છે કે ટીએમસી નેતાઓ ઘ્વારા બશીરહતના સંદેશખલીમાં અમારા કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો અને અમારા ચાર કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. તેમને સીએમ મમતા બેનર્જી પર આરોપ લગાવતા કહ્યું કે આ કાર્યમાં ટીએમસી નેતાઓ અને મમતા બેનર્જી બંનેની સંડોવણી છે.
આ પણ વાંચો: બંગાળમાં મમતાને ટક્કર આપવી મોદી માટે મોટો પડકાર, જાણો શા માટે?
|
TMC ગુંડાઓએ ચાર ભાજપા કાર્યકર્તાઓ ની હત્યા કરી: મુકુલ રોય
મુકુલ રોય ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટીએમસી ગુંડાઓએ સંદેશખલીમાં અમારા કાર્યકર્તાઓ પર હુમલો કર્યો અને અમારા ચાર કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી દીધી. અમે ગૃહમંત્રી અમિત શાહ, કૈલાશ વિજયવર્ગીય અને અમારા રાજ્યના નેતાઓને આ બાબતે સંદેશ મોકલી આપ્યો છે. ભાજપા સાંસદોની એક ટીમ સંદેશખલી જશે અને ગૃહમંત્રીને આ બાબતે રિપોર્ટ મોકલશે.

તૂણમૂલ અને ભાજપ વચ્ચે ઘણો સંઘર્ષ
શનિવારે સાંજે ઉત્તર 24 પરગણાં જિલ્લાના સંદેશ ખલી વિસ્તારમાં તૂણમૂલ અને ભાજપ સમર્થકો વચ્ચે જોરદાર સંઘર્ષ થયો છે. તેના ચાર લોકોના માર્યા જવાની ખબર છે. બંને પાર્ટીના લોકો એકબીજા પર હત્યાનો આરોપ લગાવી રહ્યા છે, જયારે બીજી બાજુ પોલીસ ઘ્વારા મરનાર લોકોની સંખ્યા અંગે કોઈ પણ જાણકારી મીડિયાને નથી આપવામાં આવી.

ભાજપા કાર્યકર્તાઓનો પોલીસ સાથે ટકરાવ
પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં શનિવારે ભાજપા કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો. હંગામો ત્યારે થયો જયારે પોલીસે ધારા 144 લાગુ થવાની વાત કહીને ભાજપનો જુલુસ રોકી દીધો. તેના પર ભાજપના કાર્યકર્તાઓ ભકડી ગયા. ગંગારામપુરમાં પોલીસ અને ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ જોવા મળ્યો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. ઘાયલ લોકોમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને બે નાગરિક વોલેન્ટિયર પણ શામિલ છે.

સીએમ મમતા બેનર્જીએ આદેશ આપ્યો હતો
આપને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ સીએમ મમતા બેનર્જી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં કોઈને પણ વિજય રેલી કાઢવાની પરમિશન નહીં આપવામાં આવે. તેમને કહ્યું કે ભાજપની રેલીઓમાં હિંસા થાય છે. તેવી સ્થિતિમાં તેમને પોલીસને આદેશ આપ્યો કે વિજય જુલુસ નહીં કાઢવામાં આવે અને ઉલ્લંઘન કરવા બદલ સખત કાર્યવાહી કરવામાં આવે.