BJP નેતાએ જાતે દીકરીના અપહરણનું ષડયંત્ર રચ્યું, આવી રીતે પોલ ખુલી
પશ્ચિમ બંગાળના વીરભૂમિ જિલ્લામાં સ્થાનીય ભાજપા નેતા સુપ્રભાત બટવ્યાલ ની પોતાની જ દીકરીના અપહરણ કરવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ મામલે બીજા બે લોકોની પણ ધરપકડ કરી છે. આ મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે બટવ્યાલ ની દીકરીનું ગુરુવારે બંદૂકની અણી પર અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસે ઉત્તર દિનાજપુર પોલીસ સાથે માંડીને એક સંયુક્ત અભિયાનમાં 22 વર્ષની યુવતીને રવિવારે સવારે દલખોલા રેલવે સ્ટેશન વિસ્તારથી છોડાવી છે.

શરૂઆતી તપાસમાં પિતા અને તેના સહયોગીઓ પર શંકા
પોલીસે ભાજપા નેતા અને તેના બે સહયોગીઓની તે સમયે ધરપકડ કરી જયારે શરૂઆતી તપાસમાં જાણવામાં આવ્યું કે અપહરણમાં તેમની ભૂમિકા છે. જયારે વીરભૂમિ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્યામ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને સવારે દલખોલા રેલવે સ્ટેશન વિસ્તારથી એક યુવતીને છોડાવી છે. આ સંબંધમાં યુવતીના પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે.

દીકરીના અપહરણનું ષડયંત્ર
પોલીસ આ કેસને દરેક એંગલથી ચેક કરવામાં જોડાઈ ચુકી છે. પોલીસ અધિક્ષક શ્યામ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેના બે કારણ હોય શકે છે. પહેલું કારણ પારિવારિક સમસ્યા હોય શકે છે જયારે બીજી કારણ રાજનૈતિક ફાયદો લેવાનું હોય શકે છે. પોલીસ આ મામલે તપાસમાં જોડાઈ છે અને ત્રણે લોકોની પૂછપરછ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે લગભગ ત્રણ મહિના પહેલા જ બટવ્યાલ તુલમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

દીકરીના અપહરણ પછી તણાવની સ્થિતિ
આપને જણાવી દઈએ કે દીકરીના અપહરણ પછી લાભપુરમાં તણાવની સ્થિતિ બની હતી. શહેરમાં વિરોધ પ્રદર્શન શરુ થયો હતો. એટલું જ નહીં પરંતુ પ્રદર્શનકારીઓએ ત્રણ દિવસથી સુરી કાટ્વા રોડ જામ કરી રાખ્યો હતો. તેના સિવાય શનિવારે ભીડે તુલમૂલ કોંગ્રેસના સ્થાનીય વિધાયક મણિરૂલ ઇસ્લામની ગાડી પર હુમલો કરીને તેને પાછો જવા મજબુર કર્યો હતો.