For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJP MLA: આ વખતે અલ્લાહ અને ભગવાન રામ વચ્ચે થશે ચૂંટણી

કર્ણાટકમાં વર્ષ 2018માં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. એ પહેલાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નિવેદનોનો સંગ્રામ શરૂ થઇ ચૂક્યો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં વર્ષ 2018માં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. એ પહેલાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નિવેદનોનો સંગ્રામ શરૂ થઇ ચૂક્યો છે. કર્ણાટકમાં એક ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણી દરમિયાન બંતવાલ બેઠક પર ચૂંટણી અલ્લાહ અને ભગવાન રામ વચ્ચે હશે. એક રાજ્યમંત્રીની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા તેમણે આ વાત કહી હતી. કોંગ્રેસ સરકારના મંત્રીએ પોતાની સતત જીતનો શ્રેય અલ્લાહ અને મુસલમાનોને આપ્યો હતો. આ ધારાસભ્ય વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. કર્ણાટક વિધાનસભાના સભ્ય વી. સુનીલ કુમારે સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ દક્ષિણ કન્નડ જિલ્લાની બંતવાલ બેઠકની ચૂંટણીને પોતાના નિવેદન દ્વારા એક રીતે હિંદુ સ્વાભિમાનનો સવાલ બનાવી દીધી છે.

India

બંતવાલ બેઠકના ધારાસભ્ય અને સિદ્ધરમૈયા સરકારના મંત્રી રામનાથ રાયે પોતાની સતત જીતનો શ્રેય અલ્લાહ અને મુસલમાનોના ધર્મનિરપેક્ષ વલણને આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, બંતવાલથી મને 6 વાર ધારાસભ્ય બનવાની તક મળી છે એ અલ્લાહ અને મુસલમાનોની ધર્મનિરપેક્ષ વિચારસરણીને કારણે સંભવ બન્યું છે. એ પછી સોમવારે એક રેલી સંબોધ કરતાં સુનીલ કુમારે કહ્યું હતું કે, આ ચૂંટણી હિંદુઓના આત્મસન્માનનો સવાલ છે. મેં સવારે સમાચાર પત્રમાં વાંચ્યુ અને આશ્ચર્યચકિત રહી ગયો કે આ વિધાનસભામાં 6 વાર જીતનાર ધારાસભ્યને અલ્લાહની દુઆને કારણે વિજય પ્રાપ્ત થયો છે. હું તમામ મિત્રોને અપીલ કરું છું કે, અહીં ચૂંટણી ભાજપના રાજેશ નાઈક અને કોંગ્રસના રામનાથ રાય વચ્ચે નહીં અલ્લાહ અને રામ વચ્ચે છે. બંતવાલના લોકોએ નિર્ણય કરવાનો છે કે, તેઓ ફરીથી અલ્લાહવે જીતાડશે કે એક એવા વ્યક્તિને જીતાડશે જે રામને પ્રેમ કરે છે. અહીંથી 6 વાર જીતનાર વ્યક્તિ કહે કે તેને હિંદુ મત નથી જોઇતા આ આપણા આત્મસન્માનનો સવાલ બની જાય છે.

English summary
BJP leader v sunil kumar Says Contest Between Allah and Lord Rama In Karnatakas Bantwal Seat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X