BJP નેતા તરુણઃ શાહીન બાગ બન્યુ શેતાન બાગ, દિલ્લીને સીરિયા નહિ બનવા દઈએ
ભાજપ નેતાઓ તરફથી હાલમાં સતત દિલ્લીના શાહીન બાગ પર પૂરજોરમાં હુમલો કરવામાં આવી રહ્યા છે. અમિત શાહ અનુરાગ ઠાકુર અને પ્રવેશ શર્મા બાદ હવે શાહીન બાગ વિશે વિવાદિત નિવેદન પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તરુણ ચુઘે આપ્યુ છે, તેમણે શાહીન બાગની તુલના આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે કરી દીધી છે.
|
‘દિલ્લીને સીરિયા નહિ બનવા દઈએ'
ચુઘે ટ્વિટ કર્યુ છે કે અમે દિલ્લીને સીરિયા નહિ બનવા દઈએ અને તેમને આઈએસઆઈએસના મૉડ્યુલની જેમ કામ નહિ કરવા દઈએ જ્યાં મહિલાઓ અને બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે, તે મુખ્ય રસ્તાઓને બ્લૉક કરીને દિલ્લીના લોકોના દિમાગમાં ડર પેદા કરવા ઈચ્છે છે પરંતુ અમે આવુ નહિ થવા દઈએ, અમે દિલ્લીને સળગવા નહિ દઈએ.

‘શાહીન બાગનો મતલબ શેતાન બાગ'
વધુ એક ટ્વિટમાં તેમણે ઠાકુરના નિવેદનને હેશટેગ કરીને લખ્યુ છે - દેશના ગદ્દારોને... ખોટુ નથી. ભારતની અખંડતાને કોઈને પણ તોડવા નહિ દઈએ. શાહીન બાગનો મતલબ શેતાન બાગ છે. ભારતમાં હાફિઝ સઈદના વિચારોને સહન કરવામાં નહિ આવે.

શાહીન બાગમાં નાગરિકતા સુધારા એક્ટ સામે પ્રદર્શન ચાલુ
ઉલ્લેખનીય છે કે શાહીન બાગમાં છેલ્લા લગભગ 42 દિવસોથી નાગરિકતા સુધારા એક્ટ સામે પ્રદર્શન ચાલુ છે કે જે હવે દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં મહત્વનો મુદ્દો બનતો જઈ રહ્યો છે. એક ચૂંટણી સભાને સંબોધિત કરીને ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ પણ કહ્યુ હતુ કે આ વાત નોટ કરીને રાખી લો આ ચૂંટણી નાના-મોટી ચૂંટણી નથી પરંતુ આ દેશમાં સ્થિરતા અને એકતાની ચૂંટણી છે. 11 તાપીખે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઈ તો એક કલાકની અંદર શાહીન બાગમાં એક પણ વ્યક્તિ દેખાયો તો હું પણ અહીં છુ અને તમે પણ અહીં છો. આ નિવેદન બાદ તે ટીકાઓના ઘેરામાં છે તેમછતા શાહીન બાગ માટે ભાજપ તરફથી સતત નિશાન સાધવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચોઃ CAA પર મોહન ભાગવતઃ અમુક મુસ્લિમ પોતાના જ સમાજમાં ફેલાવી રહ્યા છે ડર