For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય ગોયલનો દાવો, AAPના 14 ધારાસભ્યો પાર્ટી છોડવા માંગે છે

વિજય ગોયલનો દાવો, AAPના 14 ધારાસભ્યો પાર્ટી છોડવા માંગે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના 14 ધારાસભ્યો પાર્ટી છોડવા માંગે છે. આ ધારાસભ્યોનું કહેવું છે કે પાર્ટી પોતાના લક્ષ્યથી ભટકી ગઈ છે, જેના કારણે તેઓ પાર્ટી છોડવા માંગે છે. જણાવી દઈએ કે હાલમાં જ આમ આદમી પાર્ટીના મુખ્યા અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ તેમની પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરી રહ્યું છે. કેજરીવાલના આ આરોપનો જવાબ આપતાં વિજય ગોયલે આ દાવો કર્યો છે.

કેજરીવાલનો આરોપ

કેજરીવાલનો આરોપ

કેજરીવાલે કહ્યું કે પાછલા ત્રણ દિવસમાં આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને ભાજપે પૈસા ઑફર કર્યા છે. ધારાસભ્યોએ અમને જણાવ્યુ્ં કે ભાજપે તેમનો સંપર્ક કર્યો અને દરેકને 10 કરોડ રૂપિયા આપવાની ઑફર કરી છે. કેજરીવાલે કહ્યું કે આ લોકો ધારાસભ્યોને તોડવા માંગે છે, પીએમ મોદીને આ બધું કરવું બિલકુલ શોભા નથી આપતું. અમારા ધારાસભ્યોને ખરીદવાની કોશિશ કરવામાં આવી રહી છે. કેજરીવાલના નિવેદન પર વિજય ગોયલે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના 14 ધારાસભ્યો પાર્ટી છોડવા માંગે છે.

ધારાસભ્યોને ખરીદવાની અમારે જરૂર નથી

ધારાસભ્યોને ખરીદવાની અમારે જરૂર નથી

વિજય ગોયલે કહ્યું કે ભાજપને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ખરીદવાની જરૂરત નથી. પાર્ટીના 14 ધારાસભ્યો પાર્ટી છોડવા માંગે છે, તેમનું માનવું છે કે પાર્ટી પોતાના લક્ષ્યથી ભટકી ગઈ છે. પરંતુ ભાજપને આ ધારાસભ્યોને ખરીદવાની ક્યારેય જરૂરત નથી. ભાજપ પર જેવી રીતે આ આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપે આ ધારાસભ્યોને 10 કરોડની ઑફર કરી તે પાયાવિહોણી છે.

ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, મોદી-શાહ વિરુદ્ધની ફરિયાદો 6 મે સુધીમાં નિપટાવેચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, મોદી-શાહ વિરુદ્ધની ફરિયાદો 6 મે સુધીમાં નિપટાવે

23મેના રોજ પરિણામ

23મેના રોજ પરિણામ

જણાવી દઈએ કે દિલ્હીમાં લોકસભાની કુલ 7 સીટ છે, પ્રદેશમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ન થઈ શક્યું હોવાના કારણે કોંગ્રેસ અે આપ અલગ-અલગ ચૂંટણી લડી રહી છે. દિલ્હીમાં 12 એપ્રિલે મતદાન થનાર છે. આ વખતે લોકસભા ચૂંટણી કુલ 7 તબક્કામાં કરાવવામાં આવી રહી છે. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે થયું હતું, અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ થશે, જ્યારે ચૂંટણીનું પરિણામ 23મેના રોજ ઘોષિત કરવામાં આવશે.

English summary
BJP leader Vijay Gowl claims that 14 AAP MLA's want to leave the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X