For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નકામા છે ભારતના પ્રધાનમંત્રી : યશવંત સિન્હા

|
Google Oneindia Gujarati News

yashvant sinha
નવી દિલ્હી, 23 એપ્રિલ: ભારતની સરહદમાં ચીનના સૈનિકો દ્વારા કરવામાં આવેલી ઘુસણખોરીના સમાચાર બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા યશવંત સિન્હાએ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર પ્રહારો કરતા તેમને અહીં સુધી નકામા પણ કહી દીધા. તેમણે જણાવ્યું કે ચીન જાણે છે કે ભારત તેમની સામે કોઇ કડક કાર્યવાહી કરવાનું નથી એ વાતનો ચીન ફાયદો ઉઠાવતું રહ્યું છે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન યશવંત સિન્હાએ જણાવ્યું કે મોટી સમસ્યા એ છે કે અમારી સરકાર નબળી છે અને કોઇ નક્કર પગલા ભરી શકતી નથી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ખુબ જ નબળી છે અને આ સરકારના શાસનકાળમાં બળાત્કાર જેવી ઘટનાઓ વધી રહી છે.

તેમણે જણાવ્યું કે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન યશવંત સિન્હાએ જણાવ્યું કે મનમોહન ભારતના પ્રધાનંત્રી છે, તેમણે ચીનની સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જોઇએ. આ પહેલી વખત નથી કે યશંવતસિન્હાએ મનમોહનસિંહ પર પ્રહાર કર્યો છે. આ પહેલા પણ 2જી મામલે યશવંતે પીએમ પર પ્રહાર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીની સૈનિકો દ્વારા ભારતીય સરહદમાં ઘુસણખોરી કરીને અત્રે ચોકીઓ બનાવી હતી. જોકે ભારત સરકાર દ્વારા કોઇ કડક પગલા ભરવામાં નહીં આવતા ચીન દ્વારા આવા પ્રકારની ઘુસણખોરી પહેલા પણ થતી રહી છે.

English summary
BJP leader Yashvant sinha fire on PM over china issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X