For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAPની રેલીમાં પહોંચ્યા ભાજપના બાગી નેતા, કેજરીવાલે આપી મોટી ઑફર

આમ આદમી પાર્ટીની રેલીમાં પહોંચેલા યશવંત સિન્હા અને શત્રુઘ્ન સિન્હાને કેજરીવાલની ઑફર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીને પગલે દિલ્હીની 7 સીટ ઉપરાંત આમ આદમી પાર્ટીની નજર પાડોસી રાજ્ય ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પર પણ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોઇડા સેક્ટર-46માં શનિવારે જન અધિકાર યાત્રાની શરૂઆત કરી, જેને એમનું ચૂંટણી કેમ્પેન ગણાવવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ રેલીમાં ભાજપના બાગી નેતા શત્રુઘ્ન સિન્હા અને ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા પણ પહોંચ્યા હતા.

કેજરીવાલે આપી મોટી ઑફર

કેજરીવાલે આપી મોટી ઑફર

કેજરીવાલે આ વાતનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો, એમણે મંચ પરથી જ નજતાને સંબોધિત કરતા કહ્યું કે જો ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા ચૂંટણી લડવા માગે છે તો આમ આદમી પાર્ટી દિલથીં એમનું સ્વાગત કરશે. આની સાથે જ કેજરીવાલે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મોદી સરકાર રાજ્ય સરકારને કામ નથી કરવા દેતી.

યશવંત સિન્હાએ ભાજપ પર કર્યા પ્રહાર

તો બીજી બાજુ યશવંત સિન્હાએ પણ ભાજપની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવતા કહ્યું કે આપણા દેશમાં દોષીને ચાર રસ્તે ઉભો રાખીને મારવાની પરંપરા નથી. આપણા દેશમાં વોટના માધ્યમથી એવા લોકોને દંડિત કરવામાં આવશે જેમણે જનતાને જૂઠાં વચનો આપ્યાં. જણાવી દઈએ કે સિન્હાએ અગાઉ કહ્યું હતું કે નેરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર માત્ર બે લોકોની સરકાર છે.

શત્રુઘ્ન સિંહાએ નોટબંધી અને જીએસટીને અસફળ ગણાવ્યા

શત્રુઘ્ન સિંહાએ નોટબંધી અને જીએસટીને અસફળ ગણાવ્યા

જ્યારે બિહારના સાંસદ અને ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ નોટબંધી અને જીએસટીને અસફળ ગણાવ્યા. એમણે કહ્યું કે, હું અરવિંદ કેજરીવાલ જેવો સક્ષમ પણ નથી અન યશવંત સિન્હા જેવો સ્ટેટસમેન પણ નથી અને મારે 56 ઈંચની છાતી પણ નથી. નોટબંધીના સદમામાંથી બહાર ન આવ્યા ત્યાં તો તમે જીએસટી લગાવી દીધું. અમને જીએસટી સમજમાં નથી આવી રહ્યું તે સામાન્ય નાગરિકોને શું આશે. વધુમાં કહ્યું કે, "અચ્છે દિન કા ઠેકા ફેલ હો ગયા. હું ભારતીય જનતા પાર્ટીની પહેલા ભારતની જનતાનો સેવક છું અને સાચા અને ખોટા વિશે હું બોલતો રહીશ." આ પણ વાંચો-હાર્દિક પટેલને ભાજપના આ મોટા માથાઓએ આપ્યુ સમર્થન

English summary
In a rally greeted by thundershowers on Saturday evening in Noida, BJP leader Shatrughan Sinha and former BJP leader Yashwant Sinha shared stage with AAP stalwarts and came out in support of Delhi government and its policies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X