For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વેઃ યૂપીમાં મોદીની આંધી, એનડીએને મળશે 200થી વધું બેઠકો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીને સત્તા પર લાવી શકે છે, જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીની કિસ્મત બદલવામાં નિષ્ફળ રહી શકે છે. ઇન્ડિયા ટૂડે ગ્રુપ સી વોટર દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર લોકસભા ચૂંટણીમાં યૂપીમાં કોંગ્રેસનો સફાયો થઇ જશે જ્યારે બિહારમાં ભાજપને ફાયદો મળી શકે છે. આ ઉપરાંત યૂપી, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભાજપને ફાયદો થઇ શકે છે.

કોંગ્રેસનું ગઢ મનાતા યૂપીની અમેઠી અને રાયબરેલી બેઠકને છોડીના આખા વિસ્તારમાં કોંગ્રેસની નૌકા ડૂબતી જોવા મળી રહી છે, સર્વે અનુસાર જો અત્યારે ચૂંટણી હાથ ધરવામાં આવે તો યૂપીમાં કોંગ્રેસ માત્ર ચાર બેઠકો સુધી સીમિત રહી શકે છે. 2009માં સામાન્ય ચૂંટણીમાં પાર્ટીને 21 બેઠકો મળી હતી. તાજા સર્વે અનુસાર યૂપીમાં ભાજપની બેઠકો 10થી વધીને 30 થશે તેવો અનુમાન છે. સપાને 23ના બદલે 20 અને બસપાને 20થી વધીને 24 બેઠકો મળી શકે છે. અમેઠીમાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીને આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસથી કોઇ જોખમ નથી.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડ

કોંગ્રેસને ચાર બેઠકોનું નુક્સાન તો ભાજપને એટલો જ ફાયદો જોવા મળી રહ્યો છે. ગઇ ચૂંટણીમાં કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી, જ્યારે ભાજપે ખાતું ખોલાવ્યું નહોતું.

છત્તીસગઢ

છત્તીસગઢ

છત્તીસગઢમાં ભાજપને બે બેઠકોનું નુક્સાન થઇ શકે છે અને પાર્ટીની બેઠકો 10થી ઘટીને આઠ રહી શકે છે. રાજ્યમાં કોંગ્રેસને ફાયદો થઇ શકે છે,તેની બેઠકો 1થી વધીને ત્રણ થઇ શકે છે.

ઝારખંડ

ઝારખંડ

ઝારખંડમાં મોદીનો જાદૂ ચાલશે તેવું જોવા મળી રહ્યું નથી. પાર્ટીની બેઠક સંખ્યા આઠ જ રહે તેવું લાગી રહ્યું છે. ઝારખંડ મુક્તિ મોર્ચા(2) અને કોંગ્રેસ(1) બેઠક રહી શકે છે. ઝારખંડ વિકાસ મોરચાને એક બેઠકનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે અને તેને બે બેઠકો મળી શકે છે.

આંધ્ર પ્રદેશ

આંધ્ર પ્રદેશ

કોંગ્રેસને ભારે નુક્સાન થતું જોવા મળી રહ્યું છે. પાર્ટીની બેઠકો 33થી ઘટીને 7 રહી શકે છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિના સાંસદોની સંખ્યા 2થી વધીને 13 થવાનું અનુમાન છે, જ્યારે વાઇએસઆર કોંગ્રેસને 13 બેઠકો મળી શકે ઓછે. તેલુગુ દેશમ પાર્ટીને બે બેઠકોનો ફાયદો થઇ શકે છે અને આ આઠ સુધી પહોંચી શકે છે. ભાજપનું ખાતું ખુલશે તે મુશ્કેલ લાગી રહ્યું છે.

દિલ્હી

દિલ્હી

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની હાલત વિધાનસભા ચૂંટણી જેવી રહેવાની છે. અહીં કોંગ્રેસનં સુપડા સાફ થતું જોવા મળી રહ્યું છે. સર્વે અનુસાર દિલ્હીમાં કોંગ્રેસનું ખાતુ ખુલવું મુશ્કેલ છે. આમ આદમી પાર્ટીના ખાતામાં પાંચ બેઠકો જ્યારે ભાજપની ઝોળીમાં બે બેઠકો મળી શકે છે.

પંજાબ

પંજાબ

કોંગ્રેસને બે બેઠકોનું નુક્સાન થવાનો અનુમાન છે અને અહીં છ બેઠકો સુધી સીમિત રહેશે. શિરોમણી અકાલી દળના ખાતામાં એક બેઠક વધીને પાંચ થવાનું અનુમાન છે. ભાજપને પણ એક બેઠકનો ફાયદો થતો જોવા મળી રહ્યો છે. તેની બેઠકો બે થઇ શકે છે.

હરિયાણા

હરિયાણા

કોંગ્રેસની બેઠકો 9થી ઘટીને એક થઇ શકે છે. ભાજપ ખાતુ ખોલી શકે છે. અહીં ભાજપને છ બેઠકો મળી શકે છે. આપ અને ઇનેલોના ખાતામાં એક એક બેઠકો મળવાના અનુમાન છે. એક બેઠક હરિયાણા જનહિત કોંગ્રેસના ખાતામાં જઇ શકે છે.

ગુજરાત

ગુજરાત

ભાજપને છ બેઠકોનો ફાયદો થઇ શકે છે. અહીં આ આંકડો 21 સુધી પહોંચે તેવા અનુમાન છે. કોંગ્રેસને અહીં છ બેઠકોનું નુક્સાન થઇ શકે છે અને તેને માત્ર પાંચ બેઠકો મળે તેવા અનુમાન છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

કોંગ્રેસને આઠ બેઠકોનું નુક્સાન થઇ શકે છે અને તેને 9 બેઠકો મળી શકે છે. શિવસેનાને ત્રણ બેઠકોનો ફાયદો થઇ શકે છે, પાર્ટીની બેઠકોની સંખ્યા 14 સુધી પહોંચી શકે છે. ભાજપની બેઠકોની સંખ્યા વધીને 9થી 14 થઇ શકે છે. એનસીપીને ત્રણ બેઠકોનું નુક્સાન થઇ શકે છે અને તે પાંચ સુધી સીમિત રહી શકે છે. આરપીઆઇ અને એમએનએસના ખાતામાં બે-બે બેઠકો આવી શકે છે. આમ આદમી પાર્ટીને એક બેઠક મળી શકે છે.

કર્ણાટક

કર્ણાટક

યેદિયુરપ્પા ફરીથી ભાજપમાં આવવા છતાં કર્ણાટકમાં ભાજપનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. સર્વે અનુસાર રાજ્યમાં પાર્ટીની લોકસભાની બેઠકોની સંખ્યા 19થી ઘટીને 13 થઇ શકે છે. કોંગ્રેસને અહીં છ બેઠકોનો ફાયદો થઇ શકે છે અને બેઠકોની સંખ્યા 12 સુધી પહોંચી શકે છે.

ઓરિસ્સા

ઓરિસ્સા

બીજૂ જનતા દળને એક બેઠકનું નુક્સાન થઇ શકે છે અને પાર્ટીને 13 બેઠકો મળી શકે છે. કોંગ્રેસને બે બેઠકોનો ફાયદો થતા સંખ્યા 8 સુધી પહોંચી શકે છે. ભાજપ આ વખતે કોઇ ખાતું ખોલાવી શકશે નહીં, સીપીઆઇનું પણ આ વખતે ખાતું ખુલવું મુશ્કેલ લાગી રહ્યું છે.

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશ

ભાજપ અને કોંગ્રેસની બેઠકોમાં કોઇ ફેરબદલ જણાતો નથી. ગત ચૂંટણીમં ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળી હતી.

જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીર

નેશનલ કોંગ્રેસને બે બેઠકોનું નુક્સાન પહોંચી રહ્યું છે. અબ્દુલ્લાની પાર્ટી આ વખતે એક બેઠક સુધી સીમિત રહેશે. કોંગ્રેસને પણ એક બેઠકનું નુક્સાન જોવા મળી રહ્યું છે અને તે ત્રણ બેઠક સુધી સીમિત રહેશે. ભાજપ આ વખતે ખાતુ ખોલાવી શકે છે. તેને બે બેઠકો મળશે તેવા અનુમાન છે. પીડીપીની સ્થિતિ પણ ભાજપ જેવી રહેશે.

તમિળનાડુ

તમિળનાડુ

ડીએમકને 13 બેઠકોનું નુક્સાન પહોંચી શકે છે. સર્વે અનુસાર પાર્ટીને માત્ર પાંચ બેઠકો મળી શકે છે. એઆઇડીએમકેને 20 બેઠકોનો ફાયદો થઇ શકે છે અને આ આંકડો 29 સુધી પહોંચી શકે છે. કોંગ્રેસના સુપડાં સાફ થતા જોવા મળી રહ્યાં છે. આ વખતે તેનું ખાતું ખુલવું મુશ્કેલ જણાઇ રહ્યું છે. અનુમાન છે કે કોંગ્રેસના તેની 8માંથી એકપણ બેઠક બચાવી શકશે નહીં.

આસામ

આસામ

કોંગ્રેસની બેઠકમાં કોઇ બદલાવ જણાઇ રહ્યો નથી. પાર્ટીની બેઠક સાત જ રહેશે. ભાજપને એક બેઠકનો ફાયદો થઇ શકે છે અને તે પાંચ સુધી પહોંચી શકે છે. આસામ ગણ પરિષદ આ વખતે ખાતુ ખોલાવી શકશે નહીં.

English summary
The BJP-led national National Democratic Alliance (NDA) will emerge as the biggest formation in the 2014 Lok Sabha elections, but will fall short of getting the majority mark of 272, an opinion poll by the Headlines Today said on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X