એક વર્ષમાં ભાજપે અરુણ જેટલી સહિત પોતાના પાંચ કદાવર નેતા ગુમાવ્યા
નવી દિલ્હીઃ ભાજપના સીનિયર નેતા, પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે લાંબી બીમારી બાદ નિધન થયું. જેટલી ભાજપના ફ્રન્ટ લાઈન લીડર હતા અને વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા હતા. પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયી સાથે કામ કરનાર જેટલીને પીએમ મોદીના કેબિનેટમાં પણ મહત્વની જવાબદારી મળી. જેટલીનું જવું પાર્ટી માટે મોટો ઝાટકો છે અને ખુદ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે એક સારો દોસ્ત ગુમાવ્યો. પાછલા એક વર્ષમાં પાર્ટી પોતાના કેટલાય મહત્વપૂર્ણ નેતાઓને ગુમાવી ચૂકી છે. આ નેતા નિશ્ચિત રીતે ભાજપ સાથે જોડાયેલ એવા નામ હતાં જેમની કમી કદાચ બીજું કોઈ પૂરી નહિ કરી શકે.

અટલ બિહારી વાજપેયી
અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ એમ્સમાં 93 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. વાજપેયી પાર્ટીના એક એવા નેતા હતા જેમને વિપક્ષનું પણ ભરપૂર સન્માન હાંસલ હતું. તેઓ જનંઘના સંસ્થાપકોમાંથી એક હતા. 16 મેથી 31 મે 1996 સુધી પહેલા 13 દિવસ અને પછી માર્ચ 1998થી 1999 સુધી 13 માસ અને પછી વર્ષ 1999માં દેશના પીએમ ચૂંટાયા હતા. વર્ષ 1999થી વર્ષ 2004 સુધી તેમણે પાંચ વર્ષો કાર્યકાળ પૂરો કર્યો. આની સાથે જ તેઓ પહેલા એવા બિન-કોંગ્રેસી પીએમ બની ગયા જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તેમનું નિધન માત્ર ભાજપ માટે જ નહિ બલકે રાષ્ટ્રીય રાજનીતિ માટે પણ એક મોટી ક્ષતિ માનવામાં આવ્યું હતું.

અનંત કુમાર
ઓગસ્ટમાં વાજપેયીના નિધનના ગમથી પાર્ટી બહાર નહોતી આવી કે નવેમ્બર 2018માં બેંગ્લોરથી ભાજપના સાંસદ અને લોકસભામાં કેન્દ્રીય મંત્રી રહે અનંત કુમારના નિધનના સમાચાર આવી ગયા. અનંત કુમાર કેન્સરથી પીડિત હતા અને લંડનથી ઈલાજ કરાવી પરત ફર્યા હતા. અનંત કુમારના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે તેઓ માત્ર એક કુશળ પ્રશાસક જ નહોતા બલકે કેટલાય મહત્વના મંત્રાલયોની જવાબદારી પણ સંભાળી હતી. અનંત કુમાર પણ વાજપેયી સરાકરના સમયથી કેન્દ્રમાં સક્રિય હતા અને તેમને દક્ષિણ બેંગ્લોરમાં ભાજપના એક અજેય ઉમેદવાર માનવામાં આવતા હતા.

મનોહર પાર્રિકર
ગોવાના પૂર્વ સીએમ અને દેશના રક્ષામંત્રી મનોહર પર્રિકરનું 2019માં નિધન થયું. પાર્રિકર પૈંક્રિયાસ કેન્સરથી પીડિત હતા અને તેઓ પહેલા આઈઆઈટીયન હતા જેમણે રાજનીતિને અપનાવી હતી. 64 વર્ષના પાર્રિકરનું નિધન ભાજપ માટે મોટો ઝાટકો હતો કેમ કે તેમને પાર્ટીના એક ઈમાનદાર નેતા તરીકે વોટર્સની વચ્ચે સારું એવું સન્માન હાંસલ હતું. પાર્રિકરના નેતૃત્વમાં જ વર્ષ 2016માં પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપવામાં આવ્યો હતો.

સુષ્મા સ્વરાજ
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે 6 ઓગસ્ટ 2018ના રોજ દુનિયાને અલવિદા કહી દીધી. પાર્રિકરના નિધનના બસ પાંચ મહિના બાદ પાર્ટીની વધુ એક કદાવર નેતાનું નિધન થયું . પાંચ ઓગસ્ટે સુષ્મા સ્વરાજે ટ્વિટર પર જમ્મુ-કાશ્મીરથી 370 હટવાની પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સુષ્મા સ્વરાજને કિડનીની સમસ્યા હતા પરંતુ કાર્ડિએક અરેસ્ટને કારણે તેમનું એમ્સમાં નિધન થયું હતું. સુષ્મા સ્વરાજનું નિધન 67 વર્ષની ઉંમરે થયું અને તેમને પણ એક એવા નેતા તરીકે જોવામાં આવતા હતા જેમને દરેક દળના વ્યક્તિનું સન્માન મળ્યું.