For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ઉપવાસમાં ચિપ્સ અને સેન્ડવીચ ખાતા જોવા મળ્યા ભાજપા વિધાયક

ભારતીય જનતા પાર્ટી ઘ્વારા 12 એપ્રિલ દરમિયાન દેશભર માં સંસદ નહીં ચાલવાને કારણે વિપક્ષ વિરુદ્ધ ઉપવાસ કરવામાં આવ્યો હતો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી ઘ્વારા 12 એપ્રિલ દરમિયાન દેશભર માં સંસદ નહીં ચાલવાને કારણે વિપક્ષ વિરુદ્ધ ઉપવાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ઉપવાસ દરમિયાન ઘણા સાંસદ અને વિધાયક પોતાને ખાવાથી રોકી શક્યા નહીં. મહારાષ્ટ્રમાં ભાજપના બે વિધાયક ઉપવાસ દરમિયાન ચિપ્સ અને સેન્ડવીચ ખાતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે આ ઉપવાસનું નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે કરી રહ્યા છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે 9 એપ્રિલે કોંગ્રેસે સરકાર વિરુદ્ધ ઉપવાસ રાખ્યો હતો. પરંતુ તે ઉપવાસ દરમિયાન કોંગ્રેસના પણ ઘણા નેતાઓ દિલ્હીમાં છોલે ભટુરે ખાતા જોવા મળ્યા હતા. જેની ફોટો ખુબ જ વાયરલ થયી હતી.

maharashtra

લેટેસ્ટ મામલામાં ભાજપના બે વિધાયક ભીમરાવ તપકીર અને સંજય ભેગાડેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ મંત્રી ગિરીશ બાપટ ઘ્વારા બોલાવવામાં આવેલી અધિકારીક મિટિંગમાં ખાતા જોવા મળ્યા. વીડિયો કલીપમાં બંને સેન્ડવીચ અને ચિપ્સ ખાતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા પછી તેને ટીવી ચેનલો પર પણ બતાવવામાં આવ્યો છે. આ મામલામાં ભાજપના રાજ્ય નેતા હજુ સુધી ચૂપ છે અને તેમના તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવી રહ્યો નથી.

એક નિવેદનમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ અશોક ચૌહાણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઉપવાસનું નાટક હવે વધુ કામ નહીં કરે કારણકે લોકો હવે સરકારના ખોટા વચનોમાં રસ નથી ધરાવતી. અધ્યક્ષ અશોક ચૌહાણ ઘ્વારા મીડિયા બ્રિફિંગ દરમિયાન જણાવ્યું કે ભાજપા નેતા ઉપવાસ વચ્ચે સ્નેક્સનો આનંદ લઇ રહ્યા છે. ઉપવાસ શરૂ થતા પહેલા અને વચ્ચે નાસ્તાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપવાસ એક ઉપહાસ હતો.

English summary
BJP Maharashtra mla sanjay bhegade bhimrao tapkir seen eating on upwas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X