For Quick Alerts
For Daily Alerts
ભાજપા સરકાર આવી તો મહિલાઓને આપીશું અનામત: રાજનાથ સિંહ
ગાઝિયાબાદ, 30 જૂન : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે કહ્યું કે નારીશક્તિને સમ્માન આપ્યા વગર ભારતને મહાન બનાવી શકાશે નહી. આની સાથે જ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું ઉદઘાટન કરતા રાજનાથ સિંહે જણાવ્યું કે ભાજપાની સરકાર બનશે તો મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવશે.
રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે રાજધાનીમાં મહિલાઓ પર જઘન્ય અપરાધ થઇ રહ્યા છે, તથા આનાથી મોટું કલંક કંઇ ના હોઇ શકે. કમોબેશ આ જ સ્થિતિ ઉત્તર પ્રદેશની છે. તેમણે જણાવ્યું કે નૈતિક મૂલ્યોનો ભંગ થઇ રહ્યો છે અને સંસ્કૃતિનું સ્વરુપ બગડી રહ્યું છે. દેશમાં આજે સાસ્કૃતિક પુર્નજાગરણની જરૂરિયાત છે.
આની સાથે શૈક્ષણિક નીતિઓમાં પરિવર્તનની જરૂરિયાત છે જે ભાજપા જ કરી શકે છે. વર્તમાન સરકાર સરકાર પાસે આની અપેક્ષા ના કરી શકાય કારણ કે નીતિયો ગઢનારાઓ પોતે પ્રધાનમંત્રી કાર્યાલય ભ્રષ્ટાચાર તથા ગોટાળાઓમાં આરોપિત છે. સીબીઆઇ તેના અધિકારીઓ સાથે પૂછપરછ કરી રહી છે.