BJP MLA Death: બંગાળના રાજ્યપાલનો મમતા સરકાર પર હુમલો, રાજનૈતિક હત્યા પર ઉઠાવ્યા સવાલ
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના ઉત્તરી દિજાનપુરમાં સોમવારે ભાજપના ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રોયનું સંદિગ્ધ રીતે મોત થયું. તેમનો દેહ હેમતાબાદમાં એક દુકાનેથી મળી આવ્યો જ્યાં ફાંસીના ફંદા પર તેમનું શરીર લટકતું મળ્યું. આમ તો આ સુસાઇડ જણાવવામા આવી રહ્યો છે પરંતુ ભાજપ અને ધારાસભ્યના પરિજનોએ આ મામલે કેટલાય સવાલો ઉઠાવ્યા છે. હવે મામલામાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડેએ પણ મમતા સરકાર પર નિશાન સાધ્યું છે.
પોતાના સત્તાવાર અકાઉન્ટથી ટ્વીટ કરતા રાજ્યપાલે લખ્યું કે પ્રદેશમાં રાજનૈતિક હિંસા અને પ્રતિરોધનો અંત થવાના કોઇ સંકેત નથી દેખાતા. ધારાસભ્ય દેબેન્દ્ર નાથ રૉયનું મૃત્યુ કેટલાયગંભીર સવાલો ઉઠાવે છે. આ મામલે હત્યાની પણ આશંકા જતાવવામાં આવી રહી છે, એવામાં આની નિષ્પક્ષ તપાસ જરૂરી છે, જેથી સચ્ચાઇ ઉજાગર થઇ શકે. આ ટ્વીટમાં તેમણે સીએમ મમતા બેનરજીને ટેગ કર્યા છે.
કેમ શક જઇ રહ્યો છે?
સોમવારે સવારે હેમતાબાદમાં એક દુકાનના આંગણે ધારાસભ્યનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો. આ દુકાન ધારાસભ્યના ઘરેથી એક કિમીની દૂરી પર છે. નજરે જોનારાઓ મુજબ ફાંસીના ફંદાનો બીજો છેડો ધારાસભ્યના હાથમાં હતો, એવામાં લાગી રહ્યું છે કે તેઓ ખુદને બચાવવાની કશિશ કરી રહ્યા હતા. અગાઉ પણ અહીં ભાજપી નેતાઓ પર હુમલા થઇ ચૂક્યા છે. જેના કારણે ઘટના પર સવાલો ઉઠી રહ્યા છે.
રાજકીય સંકટ વચ્ચે રાજસ્થાનમાં કોંગ્રેસ નેતાઓના ઘરે IT વિભાગના દરોડા