For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૌહત્યા મામલે ભાજપ ધારાસભ્યનું વિવાદિત નિવેદન

થાણાભવનમાં ધારાસભ્ય સુરેશ રાણાએ સ્વાગત સમારંભમાં ખતૌલી ધારાસભ્ય વિક્રમ સૈનીએ વિવાદિત નિવેદન કર્યું છે. તેમને અટકાવવાનો પણ પ્રયત્ન થયો હતો, પરંતુ તે અટક્યા નહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ ના ખતૌલીથી ભાજપ ના ધારાસભ્ય વિક્રમ સૈનીએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, જો કોઇ વંદે માતરમ કે ભારત માતાની જય નહીં બોલે કે જો કોઇ ગૌહત્યા કરશે તો મારો વાયદો છે કે, હું એ માણસના હાથ-પગ તોડાવી નાંખીશ.

vikram saini

થાણાભવનથી ધારાસભ્ય સુરેશ રાણા રાજ્ય મંત્રી બન્યા બાદ મુઝફ્ફરનગર પહોંચ્યા હતો, જ્યાં એક હોલમાં સ્વાગત સમારોહમાં તેમણે હાજરી આપી હતી. ખતૌલીની બેઠક પરથી ધારાસભ્ય બનેલા ભાજપના નેતા વિક્રમ સૈનીએ મંચ પરથી જ્યારથી પોતાનું નિવેદન શરૂ કર્યું ત્યારે સમારંભમાં સોપો પડી ગયો હતો.

ભાજપ ધારાસભ્ય વિક્રમ સૈનીએ પોતાના ભાષણમાં કહ્યું કે, જો કોઇ વ્યક્તિ વંદે માતરમ બોલવામાં ખચકાય કે ભારત માતાના નારા લગાવવામાં જેને ગર્વ ન લાગતો હોય અને જે ગાયને માતા ન માની તેની હત્યા કરતો હોય, મારું વચન છે કે તેના હું હાથ-પગ તોડાવી નાંખીશ.

અહીં વાંચો - આસારામ રેપ કેસ: સુપ્રિમ કોર્ટે UP સરકારને આપ્યો આ આદેશ!અહીં વાંચો - આસારામ રેપ કેસ: સુપ્રિમ કોર્ટે UP સરકારને આપ્યો આ આદેશ!

ભાજપના નેતઓએ આ ધારાસભ્યને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ એ જ ધારાસભ્ય છે, જેમના ગામ કવાલથી મુઝફ્ફરનગર કોમી રમખાણોની શરૂઆત થઇ હતી. તે સમયે વિક્રમ સૈની આ ગામના પ્રધાન હતા, અહીં ત્રણ હત્યાઓ બાદ રમખાણોની શરૂઆત થઇ હતી. ભડકાઉ ભાષણ અને રમખાણના આરોપોમાં ફસાયેલા વિક્રમ સૈનીને આમલે જેલની સજા પણ થઇ હતી.

English summary
BJP MLA Vikram Saini gave controversial comment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X