For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન: મોબ લિંચિંગ પર બીજેપી વિધાયકનું વિવાદાસ્પદ નિવેદન

અલ્વરમાં થયેલી પહેલું ખાનની હત્યા પછી રાજસ્થાનના અલ્વર જિલ્લામાં મોબ લિંચિંગનો એક નવો મામલો સામે આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

અલ્વરમાં થયેલી પહેલું ખાનની હત્યા પછી રાજસ્થાનના અલ્વર જિલ્લામાં મોબ લિંચિંગનો એક નવો મામલો સામે આવ્યો છે. રામગઢમાં ગૌ તસ્કરીની શંકામાં હરિયાણાના રહેનાર એક વ્યકતિની ભીડે મારી મારીને હત્યા કરી નાખી છે. આ હત્યા પછી બીજેપી નેતાઓ તરફ થી સતત વિવાદિત નિવેદનો આવી રહ્યા છે. અલ્વરના બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગૌ તસ્કરોને બે ચાર થપ્પડ મારીને ભીડે તેમને પોલીસમાં સોંપી દેવા જોઈતા હતા.

gyandev ahuja

મોબ લિંચિંગ પર બીજેપી વિધાયક જ્ઞાનદેવ આહુજા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જનતાએ આવા મામલે પોલીસને જાણકારી આપવી જોઈએ, જાતે હિંસા નહીં કરવી જોઈએ, ભીડ તસ્કરોને બે ચાર થપ્પડ મારીને પોલીસને સોંપી દેતી. સૂત્રો ઘ્વારા જાણવા મળ્યું છે કે પોલીસે મૃતકની કસ્ટડીમાં પીટાઈ કરી હતી. પોલીસે બતાવવા માંગતી હતી કે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે. આખા મામલે જાંચ થયા પછી જ ખબર પડશે કે હત્યા ભીડ ઘ્વારા કરવામાં આવી છે કે પછી પોલીસ પિટાઈમાં મૌત થયી છે.

આ પહેલા પણ મોદી સરકારના કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીએમ મોદી જેટલા લોકપ્રિય થશે, આવી ઘટનાઓ એટલી જ વધશે. તેમને કહ્યું કે હમણાં મોબ લિંચિંગ ચાલી રહ્યું છે વર્ષ 2019 ઈલેક્શન પહેલા કંઈક બીજું આવશે મોદીની લોકપ્રિયતા સાથે આવી બાબતો હજુ વધશે.

આપણે જણાવી દઈએ કે હરિયાણાનો રહેવાસી અકબર ખાનની અલ્વરના રામગઢ ચોકી વિસ્તારના લાલાવડી ગામમાં ભીડે મારી મારીને હત્યા કરી નાખી. અકબર વાહનમાં બે ગાયો લઈને ત્યાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેને ગૌ તસ્કર કહીને તેને ઘેરી લીધો અને બર્બરતાપૂર્વક તેની પીટાઈ કરી. ભીડે અકબરને એટલો માર્યો કે તેની મૌત થઇ ગયી.

English summary
BJP MLA Gyan Dev Ahuja on Alwar lynching says They slapped the cow smuggler a bit and informed police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X