For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJP MLA બોલ્યા, 90 ટકા મુસલમાનો વીજળી ચોરી કરે છે

ઉત્તરપ્રદેશના ભાજપા વિધાયક સંજય ગુપ્તાનો એક ઓડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના ભાજપા વિધાયક સંજય ગુપ્તાનો એક ઓડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઓડિયોમાં બીજેપી વિધાયક 90 ટકા મુસલમાનોને વીજળી ચોર ગણાવી તેમની સામે સખત ચેકીંગ કરવાની સલાહ આપી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ બીજેપી વિધાયક ઘ્વારા હિંદુઓ પર વીજળી વિભાગ ઘ્વારા કરવામાં આવતી કાર્યવાહી ખોટી ગણાવી અને તેને રોકવા માટે પણ કહ્યું.

uttar pradesh

ખરેખર વિધાયક સંજય ગુપ્તાના વિસ્તારમાં વિદ્યુત વિભાગ છેલ્લા કેટલાક દિવસથી છાપામારીની કાર્યવાહી કરી રહ્યું છે અને વીજળી ચોરી કરનાર લોકો સામે એફઆઈઆર પણ નોંધી રહ્યા છે. આ મામલાની ફરિયાદ જયારે કેટલાક લોકોએ બીજેપી વિધાયકને કરી, ત્યારે તેમને કાર્યવાહી રોકવા અને એફઆઈઆર પાછી લેવા માટે વિદ્યુત વિભાગ સાથે વાત કરી. વિધાયક સંજય ગુપ્તા વાત કરતા કરતા એકદમ ભકડી ઉઠ્યા. તેમને કહ્યું કે જો ઓફિસરો હિંદુઓ વિરુદ્ધ તેમની કાર્યવાહી નહીં રોકે અને મામલો પાછો નહીં લે તો બધા જ ઓફીસરોનું જીવવું હરામ કરી દેશે, તેની સાથે સાથે તેમને જોરદાર પાઠ પણ ભણાવશે. જેથી તેઓ પોતાનું ટ્રાન્સફર કરવા માટે મજબુર થઇ જશે.

વિધાયકે એક ઓફિસરને ફોન પર ધમકી આપતા કહ્યું કે 90 ટકા મુસલમાનો વીજળી ચોર હોય છે. તેઓ ખુલ્લેઆમ વીજળી ચોરી કરે છે. પરંતુ તેની સામે કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. વિધાયકનું કહેવું છે કે હવે તેઓ વીજળી ચોર મુસલમાનો ને જાતે પાઠ ભણાવશે. તેમને મુસલમાનો સામે કાર્યવાહી તેઝ કરવા અને હિંદુઓ સામે કોઈ પણ ચેકીંગ અથવા કાર્યવાહી નહીં કરવાની સલાહ આપી. વાતચીત દરમિયાન તેમને હિંદુઓ સામે નોંધાયેલી એફઆઈઆર પણ પાછી લેવા માટે જણાવ્યું. વિધાયકનો ઓડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પરંતુ હજુ સુધી આ મામલે વિધાયક તરફથી કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું

English summary
BJP MLA speaks against muslims in Allahabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X