For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલના ધરના પર હાઇકોર્ટે કહ્યું, કોણે આપી ધરનાની મંજૂરી

એલજી આવાસ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે ભૂખ હડતાલ પર બેસેલા સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત અચાનક ખરાબ થવાથી રવિવારે મોડી રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

એલજી આવાસ પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે ભૂખ હડતાલ પર બેસેલા સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત અચાનક ખરાબ થવાથી રવિવારે મોડી રાત્રે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. છેલ્લા સાત દિવસથી એલજી અનિલ બેજન પાસે પોતાની અલગ અલગ માંગોને કારણે સીએમ અરવિંદ કેજરીવાલ સાથે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ અનશન પર બેઠા છે. દિલ્હીમાં ચાલી રહેલા રાજનૈતિક ઘર્ષણ વચ્ચે અરવિંદ કેજરીવાલને 4 રાજ્યના સીએમનું સમર્થન મળ્યું છે.

arvind kejriwal

કેજરીવાલના ધરનાને કારણે બીજેપી હાઇકોર્ટ પહોંચી ચુકી છે. બીજેપી વિધાયક વિજેન્દ્ર ગુપ્તા ઘ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે કેજરીવાલના ધરનાને જલ્દી થી ખતમ કરવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટમાં દિલ્હી સરકારના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આઈએએસ ઓફિસરોએ રવિવારે માન્યું હતું કે તેઓ દિલ્હી સરકારના મંત્રી ઘ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ નહીં લે.

દિલ્હી સરકારના વકીલની દલીલ પર હાઇકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આટલા માટે તમે ધરના કરી રહ્યા છો, તમને આ ધરના કરવા માટે કોણે મંજૂરી આપી? વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ એક વ્યક્તિગત નિર્ણય હતો. કોર્ટ ઘ્વારા ફરી પૂછવામાં આવ્યું કે શુ તેનો અધિકાર છે? કોર્ટ ઘ્વારા સખત શબ્દોમાં જણાવવામાં આવ્યું કે કોઈના પણ ઘરે જઈને તમે ધરના નહીં કરી શકો. તેની અનુમતિ તમને કોણે આપી.

આ પહેલા રવિવારે આમ આદમી પાર્ટીના હજારો સમર્થકો દિલ્હીના રસ્તા પર ઉતરી આવ્યા અને પીએમ આવાસ ઘેરવા માટે બહાર આવ્યા હતા. આમ આદમી પાર્ટી નેતાઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે દિલ્હીના અધિકારીઓ છેલ્લા ત્રણ મહિનાથી કોઈ પણ મિટિંગ અટેન્ડ નથી કરી રહ્યા. આ પ્રોટેસ્ટ જોતા દિલ્હી મેટ્રોના ચાર સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું કે આમ આદમી પાર્ટી ઘ્વારા આ પ્રદર્શન માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ના હતી. જેને કારણે ચાર મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા હતા.

English summary
BJP MLA Vijender Gupta approaches Delhi High Court seeking an order to CM Arvind Kejriwal to end his strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X