યુપીમાં ભાજપને વધુ એક ઝટકો, ધારાસભ્ય વિનય શાક્ય અને મંત્રી ધર્મ સિંહ સૈનીએ આપ્યુ રાજીનામુ
લખનઉઃ ચૂંટણી પહેલા યુપીમાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. ભાજપ ધારાસભ્ય વિનય શાક્ય અને મંત્રી ધર્મ સિંહ સૈનીએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે. વિનય શાક્યએ પોતાના ત્યાગપત્રમાં લખ્યુ, 'સ્વામી પ્રસાદ મૌર્ય દલિતોનો અવાજ છે અને તે અમારા નેતા છે. હું તેમની સાથે છુ.' આ પહેલા ઉત્તર પ્રદેશના શિકોહાબાદના ભાજપના ધારાસભ્ય મુકેશ વર્માએ રાજીનામુ આપી દીધુ છે. માનવામાં આવી રહ્યુ છે કે તે પણ મૌર્યની જેમ જ સપામાં જશે.
તમને જણાવી દઈએ કે ધારાસભ્ય વિનય શાક્યની દીકરીએ દાવો કર્યો હતો કે તેમના પિતાનુ અપહરણ કરવામાં આવ્યુ છે. જો કે, પોલિસે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે ધારાસભ્યુનુ અપહરણ નથી થયુ. ત્યારબાદ વિનય શાક્યએ મીડિયામાં આવીને નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે તેમના અપહરણની વાત ખોટી છે. તે સ્વામી પ્રસાદ મૌર્ય સાથે છે અને સમાજવાદી પાર્ટીમાં શામેલ થવાના છે.
મંત્રી ધર્મ સિંહે છોડ્યુ ભાજપ
યુપી સરકારમાં મંત્રી ધર્મ સિંહ સૈનીએ પણ ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ છે. તમને જણાવી દઈએ કે સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામા બાદથી જ સૈનીના રાજીનામાના સમાચારો ચાલી રહ્યા હતા પરંતુ તેમણે આ દાવાઓને ધરમૂળથી ફગાવીને કહ્યુ હતુ કે તે ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભવિષ્યમાં પણ રહેશે.