બાપૂ પર નિવેદનબાજી માટે સામે આવી હેગડેની સફાઈ, પાર્ટીએ પણ લીધી એક્શન
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ અનંત કુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યુ હતુ જેના પર પાર્ટી હાઈ કમાન્ડે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રો મુજબ આ નિવેદન માટે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા અનંત કુમાર હેગડે પાસે બિનશરતી માફી માંગવા માટે કહેવામાં આવ્યુ હતુ. વળી, પાર્ટીના આ સ્ટેન્ડ બાદ ભાજપ સાંસદે પોતાની સફાઈ આપી છે.
અનંત કુમાર હેગડેએ કહ્યુ, 'તે ભાષણ સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે, જો કોઈ તેને સાંભળવા ઈચ્છતુ હોય તો એ ઑનલાઈન અને મારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે. મે ક્યારેય મહાત્મા ગાંધી અને પંડિત નહેરુ વિરુદ્ધ એક શબ્દ કહ્યો નથી. હું માત્ર આપણા સ્વતંત્રતા સંગ્રામ વિશે ચર્ચા કરી રહ્યો હતો. તેમણે આગળ કહ્યુ, 1 ફેબ્રુઆરીનુ આ મારુ નિવેદન છે. મે ક્યારેય કોઈ પણ રાજકીય પક્ષ કે મહાત્મા ગાંધી કે કોઈ બીજા સંદર્ભમાં કંઈ નથી કહ્યુ, હું માત્ર સ્વતંત્રતા સંગ્રામે વર્ગીકૃત કરવાની કોશિશ કરી રહ્યો હતો.'
BJP MP Anantkumar Hedge: The speech is in public domain if anyone wants to see, it is available online and on my website. I never said a word against Mahatma Gandhi and Pandit Nehru. I was just discussing about our freedom struggle. https://t.co/KdyC9hzfS4 pic.twitter.com/vCqkJyCJXE
— ANI (@ANI) February 4, 2020
અનંત કુમાર હેગડેએ મહાત્મા ગાંધી વિશે કહ્યુ હતુ કે તેમનો સ્વતંત્રતા માટે સંઘર્ષ માત્ર એક ડ્રામા હતો. ભાજપ સાંસદે કહ્યુ કે જે લોકો કોંગ્રેસનુ સમર્થન કરે છે તે કહેતા રહેતા હોય છે કે ભારતને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ અને ભૂખ હડતાળા કારણે આઝાદી મળી છે. પરંતુ આ બિલકુલ સાચુ નથી. હેગડેના આ નિવેદન પર કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોએ ભાજપ સામે મોરચો ખોલી દીધો હતો. વળી, સૂત્રોના હવાલાથી ખબર છે કે હેગડે દ્વારા મહાત્મા ગાંધી વિશે કરવામાં આવેલી ટિપ્પણીનો મુદ્દો પાર્ટીની અનુશાસન સમિતિ સામે પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ પિતાના મોત બાદ 10 વર્ષના બાળકે શરૂ કરી લારી, એક FB પોસ્ટે બદલી જિંદગી