15 લાખ સુધીના કૌભાંડને ભ્રષ્ટાચાર ન ગણાય, વધુ હોય તો વાત કરો : ભાજપ સાંસદ જનાર્દન મિશ્રા
રેવા : મધ્યપ્રદેશના રેવાથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા 15 લાખ સુધીના કૌભાંડને ભ્રષ્ટાચાર નથી માનતા. આ વાત તેણે માઈક પર બોલતા ખુલ્લેઆમ કહી હતી. તેમણે કહ્યું કે, જ્યારે લોકો સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે, ત્યારે હું તેમને કહું છું કે 15 લાખ રૂપિયા સુધીનો ભ્રષ્ટાચાર છે, તો ભાઈ અમારી સાથે વાત ન કરો. હા જો આપણે આનાથી વધુ કર્યું હોય તો તેને ભ્રષ્ટાચાર ગણીશું. ભ્રષ્ટાચાર 15 લાખથી વધુ હોય, ત્યારે જ મારી પાસે આવો.

રાજકારણીનું નિવેદન, 15 લાખ સુધીનું કૌભાંડ ભ્રષ્ટાચાર ન ગણાય
જનાર્દન મિશ્રાએ 15 લાખ સુધીના કૌભાંડને ભ્રષ્ટાચાર ન ગણવાનું કારણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, એક સરપંચ ચૂંટણીમાં 7 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે. આપછી જો તેને બીજી વખત સરપંચીની ચૂંટણી લડવી હોય તો તેના માટે પણ 7 લાખ રૂપિયાની જરૂર પડશે. મોંઘવારી વધે તે પ્રમાણે એક લાખ રૂપિયા ભેગા કરે છે.એટલા માટે કોઈએ 15 લાખ સુધીના ભ્રષ્ટાચારની ફરિયાદ ન કરવી જોઈએ. હા, 15 લાખ કરતા વધુનો ભ્રષ્ટાચાર થાય છે તો વાત કરો.
|
આ દેશની વરવી વાસ્તવિકતા છે
ઉલ્લેખનીય છે કે, જનાર્દન મિશ્રા સોમવારના રોજ રેવા સ્થિત બ્રહ્મા કુમારી આશ્રમ ગયા હતા. જ્યાં મિશ્રાએ સોમવારના રોજ મીડિયા વર્કશોપને સંબોધિત કરી હતી.
આસાથે જ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, સરપંચ 15 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કરે તો લોકોએ ફરિયાદ કરવી જોઈએ. ભાજપ સાંસદ અહીં જ ન અટક્યા.
તેમણે કહ્યુંકે, આ દેશની વરવી વાસ્તવિકતા છે. ભ્રષ્ટાચારની કડી નીચેથી ઉપર સુધી છે.

15 લાખથી વધુનો ભ્રષ્ટાચાર થાય તો આવો
જનાર્દન મિશ્રાના આ નિવેદનનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે કહેતા જોવા મળે છે કે, "...જ્યારે લોકો સરપંચ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે, ત્યારે હુંમજાકમાં કહું છું કે, જો 15 લાખ રૂપિયા સુધીનો ભ્રષ્ટાચાર છે, તો મારી પાસે આવો જ નહીં... તો આવો, જ્યારે ભ્રષ્ટાચાર 15 લાખ રૂપિયા કરતાં વધુ હોય તો વાત અલગછે.

જે વીડિયો વાયરલ થયો હતો
તમે વીડિયોમાં જોઈ શકો છો કે, રેવાના સાંસદ જનાર્દન મિશ્રાએ પણ જણાવ્યું હતું કે, "સરપંચ ચૂંટણીમાં 7 લાખ ખર્ચે છે અને પછી તેને આગામી ચૂંટણી માટે 7 લાખજોઈએ છે અને મોંઘવારી માટે એક લાખની જરૂર છે. આવા 15 લાખ સમજી શકાય છે, પણ જો આનાથી વધુ થતું હોય તો તેને સમજાતું નથી તે ભ્રષ્ટાચાર ગણાશે.