For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમલૈંગિકતા હિંદુત્વ વિરોધી, બિમારી છેઃ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે એક વિવાદિત નિવેદન આપ્યા બાદ તેમની ઘણી ટીકાઓ થઈ રહી છે. સ્વામીએ કહ્યુ કે સમલૈંગિક હોવુ સામાન્ય વસ્તુ નથી, તે હિંદુત્વની વિરુદ્ધમાં છે.

|
Google Oneindia Gujarati News

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મંગળવારે એક વિવાદિત નિવેદન આપ્યા બાદ તેમની ઘણી ટીકાઓ થઈ રહી છે. સ્વામીએ કહ્યુ કે સમલૈંગિક હોવુ સામાન્ય વસ્તુ નથી, તે હિંદુત્વની વિરુદ્ધમાં છે. સ્વામીએ દાવો કર્યો કે આના પર મેડીકલ રિસર્ચની મદદથી છૂટકારો મેળવી શકાય છે.

subramanyan swami

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સ્વામીએ કહ્યુ કે, "સમલૈંગિક હોવુ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે આનુ સ્વાગત ન કરી શકીએ, તે હિંદુત્વની વિરુદ્ધમાં છે. મિડીકલ રિસર્ચની મદદથી આને ખતમ કરવાનો વિચાર કરવો જોઈએ." તમને જણાવી દઈએ કે આજે સુપ્રિમ કોર્ટની બંધારણીય બેંચ આઈપીસીની ધારા 377 સામેની પિટીશન પર સુનાવણી કરી રહી છે. સેક્શન-377 હેઠળ સમલૈંગિક યૌન સંબંધોને ગુનો કહેવામાં આવે છે. આ અંગે આજે સુનાવણી થવાની છે. લેસ્બિયન, ગે અથવા ટ્રાન્સજેન્ડરના અધિકારો માટે સેક્શન-377 સામે સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી છે.

આજે પાંચ જજોની ખંડપીઠ આ મામલે સુનાવણી કરવાની છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ રોહિંગ્ટન આર નરીમન, જસ્ટીસ એ એમ ખાનવિલકર, જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રા આ મામલે પોતાનો ચૂકાદો સંભળાવશે. 'હમસફર ટ્રસ્ટ' તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવેલ યાચિકામાં કહેવામાં આવ્યુ છે કે ધારા 377 અંગે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો ખામીયુક્ત હતો. ફરિયાદકર્તાએ હાદિયા કેસનું ઉદાહરણ પણ આપ્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુ કે પરિણીત કે અપરિણીત લોકોને સાથી પસંદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે તો સમલૈંગિકતાના કેસમાં કેમ નહિ.

English summary
BJP MP Subramanian Swamy says Being gay is against Hindutva, it needs a cure
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X