For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

થરૂરને મળ્યા વરૂણ ગાંધી, સ્વામીએ ગણાવી થરૂરની ચાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના નેતા વરૂણ ગાંધી કોંગ્રેસના નેતા અને પૂર્વ વિદેશ રાજ્ય મંત્રી શશિ થરૂરને મળવા માટે બુધવારે રાત્રે તેમના નિવાસ્થાને ગયા હતા. જેને લઇને રાજકારણ ગરમાયું છે. મોડી રાત્રે વરૂણ થરૂરને મળવા માટે અચાનક તેમના ઘરે પહોંચ્યા. વરૂણ અને થરૂરની આ મુલાકાતને લઇને ઘણા સવાલોની સાથે-સાથે વિવાદો પણ ઊભા થઇ રહ્યા છે. ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી તેને થરૂરની ચાલ ગણાવી રહ્યા છે.

varun gandhi
સ્વામીએ ટ્વીટ કરીને તેને થરૂરની ચાલ ગણાવી. પોતાના ટ્વિટમાં સ્વામીએ લખ્યું છે કે થરૂરે લોકસભાની વિદેશ મામલાની કમિટિની મીટિંગના બહાને વરૂણને પોતાના ઘરે બોલાવીને એક ચાલ ચલી છે. સ્વામીએ દાવો કર્યો છે કે વરૂણે તેમને આ અંગે જણાવ્યું છે. વરૂણના હવાલાથી સ્વામીએ જણાવ્યું કે અત્રે કોઇ ન્હોતું આવ્યું, માટે તેઓ પાછા આવી ગયા.

જ્યારે આ અંગે વરૂણ ગાંધી સાથે પૂછપરછ કરવામાં આવી ચો તેમણે માત્ર એટલું જ જણાવ્યું કે તેઓ અને થરૂર વિદેશ મામલાની કમિટિના સભ્ય છે. અને તેઓ એ જ સિલસિલામાં થરૂરના ઘરે આવ્યા હતા. બાદમાં મામલો ગૂંચવાતા જોઇ વરૂણે ટ્વિટ કર્યું કે મને વિદેશ મામલાની કમિટિનાના હવેના સત્રના એજેન્ડાને લઇને થરૂરને મળવા ગયા હતા.

નોંધનીય છે કે શશિ થરૂરની દિલ્હી પોલીસ તેમની પત્ની સુનંદા પુષ્કરની હત્યાના મામલે પૂછપરછ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને સ્વામી આ મુલાકાતને થરૂરની એક ચાલ ગણાવી રહ્યા છે.

English summary
BJP MP Varun Gandhi met Congress leader Shashi Tharoor at his residence in the national capital Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X