• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમિત શાહની નવી ટીમમાં રૂપાલા ઇન, વરૂણ આઉટ, યેદીયુરપ્પાનું મહત્વ વધ્યું

|

નવી દિલ્હી, 16 ઓગસ્ટ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જાહેર કરેલી નવી ટીમમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ટીમ આગામી સમયમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે ટીમમાં ગુજરાતના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલેને પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે.

ટીમમાં મહત્વની એન્ટ્રીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ - RSS)ના વરિષ્ઠ નેતા રામ માધવને સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ કર્ણાટકના મનભેદને દુર કરવા બીએસ યેદીયુરપ્પાને પણ ટીમમાં વાઇસ પ્રેસિડેન્ટનું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા ભાજપના યુવા નેતા વરૂણ ગાંધીને શાહની ટીમમાં આઉટ કરવામાં આવ્યા છે. વરૂણ ગાંધી ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહની ટીમમાં મહાસચિવ રહી ચૂક્યા છે.

અમિત શાહની નવી ટીમમાં 12 વાઇસ પ્રેસિડેન્ટ, આઠ જનરલ સેક્રેટરી, ચાર જોઇન્ટ જનરલ સેક્રેટરી, 14 સેક્રેટરી અને 10 સ્પોક્સપર્સનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમિત શાહે પાંચ મોરચાના પ્રેસિડેન્ટની પણ જાહેરાત કરી છે.

આ પ્રસંગે પાર્ટીના નેતા જેપી નડ્ડાએ કહ્યું કે ટીમના 60 ટકા સભ્યો 50 વર્ષથી ઓછી વયના છે. ખૂબ ઓછા છે જેઓ 60 વર્ષથી વધુ વયના છે.

અમિત શાહની ટીમમાં જેપી નડ્ડા, રાજીવ પ્રતાપ રુડી, મુરલીધર રાવ, રામ માધવ, સરોજ પાંડે, ભૂપેન્દ્ર યાદવ, આરએસ કટેરિયા અને રામ લાલ (સંગઠન)ને મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

ભાજપે બી દત્તાત્રેય, બીએસ યેદીયુરપ્પા, સતપાલ મલિક, મુખ્તાર અબ્બાસ નકવી, પુરૂષોત્તમ રુપાલા, પ્રભાત ઝા, રઘુવર દાસ, કિરણ મહેશ્વરી, રેનૂ દેવી, દિનેશ શર્માને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. અમિત શાહ સાથે આ ટીમની પ્રથમ કસોટી મહારાષ્ટ્રમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં થશે.

આગળ ક્લિક કરીને જાણો વિવિધ પદો પર કોની નિયુક્તિ...

ઉપાધ્યક્ષો

ઉપાધ્યક્ષો

બંડારુ દત્તાત્રેય (તેલંગણા), બીએસ યેદીયુરપ્પા (કર્ણાટક), સત્યપાલ મલિક (ઉત્તરપ્રદેશ), મુખ્યાર અબ્બાસ નકવી (ઉત્તર પ્રદેશ), પુરૂષોત્તમ રૂપાલા (ગુજરાત), પ્રભાત ઝા (મધ્યપ્રદેશ), રઘુવર દાસ (ઝારખંડ), કિરણ મહેશ્વરી (રાજસ્થાન), વિનય સહસ્ત્રબુદ્ધે (મહારાષ્ટ્ર), શ્રીમતી રેણુ દેવી (બિહાર) અને દિનેશ શર્મા (ઉત્તર પ્રદેશ)

મહાસચિવો

મહાસચિવો

જગત પ્રકાશ નડ્ડા (હિમાચલ પ્રદેશ), રાજીવ પ્રતાપ રુડી (બિહાર), મુરલીધર રાવ (તેલંગણા), રામ માધવ (આંધ્રપ્રદેશ), રામ લાલ, સંગઠન મહાસચિવ (દિલ્હી), સરોજ પાંડે (છત્તીસગઢ), ભૂપેન્દ્ર યાદવ (રાજસ્થાન) અને રામશંકર કઠેરિયા (ઉત્તરપ્રદેશ)

સંયુક્ત સંગઠન મહાસચિવો

સંયુક્ત સંગઠન મહાસચિવો

વી સતીશ (કર્ણાટક), સૌદાન સિંહ (છત્તિસગઢ), શિવપ્રકાશ (ઉત્તરપ્રદેશ) અને બીએલ સંતોષ (કર્ણાટક)

પ્રવક્તાઓ

પ્રવક્તાઓ

શાહનવાઝ હુસૈન (બિહાર), સુધાંશુ ત્રિવેદી (ઉત્તર પ્રદેશ), મિનાક્ષી લેખી (દિલ્હી), એમજે અકબર (દિલ્હી), વિજય સોનકર શાસ્ત્રી (ઉત્તરપ્રદેશ), લલિતા કુમાર મંગલમ (તમિલનાડુ), નલિન કોહલી (દિલ્હી), સંબિત પાત્ર (ઓડિશા), અનિલ બુલાની (ઉત્તરાખંડ), જીએસએલ નરસિમ્હા રાવ (આંધ્રપ્રદેશ)

સચિવો

સચિવો

શ્યામ જાજૂ (મહારાષ્ટ્ર), અનિલ જૈન (દિલ્હી), એચ. રાજા (તમિલનાડુ), રોમેન ડેકા (અસમ), સુધા યાદવ (હરિયાણા), પુનમ મહાજન (મહારાષ્ટ્ર), રામવિચાર નેતામ (છત્તીસગઢ), અરુણ સિંહ (ઉત્તર પ્રદેશ), સિદ્ધાર્થ નાથ સિંહ (ઉત્તર પ્રદેશ), સરદાર આરપી સિંહ (દિલ્હી), શ્રીકાંત શર્મા (ઉત્તર પ્રદેશ), જ્યોતિ ધુર્વે (મધ્યપ્રદેશ), તરુણ ચુઘ (પંજાબ) અને રજનીશ કુમાર (બિહાર)

મોરચા અધ્યક્ષો (ફ્રન્ટ સ્પીકર)

મોરચા અધ્યક્ષો (ફ્રન્ટ સ્પીકર)

મહિલા મોરચા - વિજયા રાહતર (મહારાષ્ટ્ર)

યુવા મોરચા - અનુરાગ ઠાકુર (હિમાચલ)

અનુસુચિત જાતિ મોરચા - દુષ્યંત ગૌતમ (દિલ્હી)

અનુસુચિત જનજાતિ - ફગ્ગન સિંહ કુલસ્તે (મધ્યપ્રદેશ)

અલ્પસંખ્યક મોરચા - અબ્દુલ રશિદ અન્સારી

English summary
BJP national president Amit Shah announces new team; Rupala in, Varun Gandhi out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more